નેશનલ

Liquor Scam: BRSનાં નેતા કે. કવિતાની જામીન અરજી અંગે આવતીકાલે નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટ આવતીકાલે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની જામીન અરજીઓ આજે મહત્ત્વનો ચુકાદો આપી શકે છે.

આ પણ વાંચો: Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં જ રહેશે, કોર્ટે કસ્ટડી 14 દિવસ લંબાવી

ન્યાયાધીશ સ્વરણ કાંતા શર્મા જેમણે કવિતાની બે જામીન અરજી પર ૨૮ મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો, જે આવતીકાલે બપોરે ૨-૩૦ વાગ્યે ચુકાદો સંભળાવશે. કવિતાએ ટ્રાયલ કોર્ટના ૬ મેના આદેશને પડકાર્યો છે, જેમાં સીબીઆઇના ભ્રષ્ટાચારના કેસમાં તેમ જ ઇડીના મની લોન્ડરિંગ કેસમાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
કવિતાની વકીલે રજૂઆત કરી હતી કે એક્સાઇઝના મામલામાં ૫૦ આરોપીમાંથી તે એકલી મહિલા છે અને કોર્ટને વિનંતી કરી કે તેને જામીન આપવાનું વિચારે કારણ કે કાયદો મહિલાઓને અલગ પગથિયાં પર રાખે છે.

આ પણ વાંચો: કે. કવિતાને કોર્ટમાંથી રાહત નહીં.. વચગાળાની જામીન અરજી ફગાવાઇ

સીબીઆઇ અને ઇડીએ કવિતાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તે સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે અત્યંત પ્રભાવશાળી અને શક્તિશાળી છે. કવિતા વતી કરેલી રજૂઆત કે તેણી એક મહિલા હોવાને કારણે જામીન મુક્ત કરવામાં આવે, તેનો વિરોધ કરતાં તપાસ એજન્સીએ દલીલ કરી હતી કે તે મહિલા જ અહીં કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી અને તે એક સક્રિય રાજકારણી અને વિધાન પરિષદના સભ્ય હતા. તે સંવેદનશીલ મહિલા સાથે સમાનતા મેળવી શકતા નથી.
સીબીઆઇના વકીલે દલીલ કરી હતી કે કવિતા માત્ર એક મહિલા નથી, પરંતુ એક ખૂબ જ પ્રભાવશાળી મહિલા હતી અને તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે તેટલી શક્તિશાળી હતી. કારણ કે એક સાક્ષીએ એમ પણ કહ્યું હતું કે તેને તેના દ્વારા ધમકી આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ