દિલ્હી સહિત દેશભરના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાનો પર વીજળી થઈ ગુલ, જાણો શું છે કારણ…

નવી દિલ્હી: દિવસ હોય કે રાત અત્યારે વીજળી વિના એક કલાક પણ વિતાવવો અઘરો છે, જો તમારા ઘરે વીજળી જતી રહે તો તમે ચિંતામાં આવી જતાં હશો કે આખરે વીજળી કેમ ગઈ? જો ઘરે વીજળી જતી રહે તો આપણે ચિંતામાં આવી જઈએ છીએ, પરંતુ આ વખતે તો દેશના ઐતિહાસિક સ્થાળો પર વીજળી ગુલ થઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશભરના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાનો પર શનિવારે રાત્રે સાંજે વીજળી પુરવઠો બંધ થઈ ગયો હતો. આખરે આવું શા માટે થયું? આ અહેવાલમાં વાંચો વીજળી ગુલ થવાનું કારણ…
વીજળી ગુલ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયો હતો
ઘરે વીજળી જાય તો પણ પ્રશ્ન થતો હોય તો અહીં પ્રશ્ન થવો વ્યાજબી છે. વાત એવી છે કે, આ WWF-Indiaના અર્થ અવર ઉજવણી 2025 હેઠળ કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણીને લઈને શનિવારે સાંજે ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, વિક્ટોરિયા સ્મારક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સહિત દેશભરના અનેક ઐતિહાસિક સ્થળો પર લાઈટોને બંધ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, અહીં લાઈટો બંધ થતાના સાથે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં હતાં.
અર્થ અવરથી દિલ્હીમાં 269 મેગોવોલ્ટ વીજળીની બચત થઈ
વધુ વિગતે વાત કરવામાં આવે તો, આ વર્ષે અર્થ અવરનો 19મો આવૃત્તિ વિશ્વ જળ દિવસ એક સાથે આવ્યો છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંગીતકાર અને WWF-ઇન્ડિયા હોપ એન્ડ હાર્મની એમ્બેસેડર શાંતનુ મોઇત્રાએ ગંગા નદીની 2,700 કિમીની યાત્રાથી પ્રેરિત સંગીતમય પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. વીજળીની બચતની વાત કરીએ કે, અર્થ અવરના કારણે આશરે 269 મેગોવોલ્ટ બીજળીની બચત થઈ છે. મળતી માહિતી પ્રમાણે અર્થ અવર અંતર્ગત રાત્રે 08.30 વાગ્યાથી 09.30 વાગ્યા સુધી વીજળી બંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ડ્રગ્સના એડિક્ટ સાહિલ અને મુસ્કાનના જેલમાં બેહાલઃ સૌરભની માતાએ મોદીને કરી અપીલ
શું તમે જાણો છો અર્થ અવર શું છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, અર્થ અવર વીજળીની બચત કરવા માટેનું અભિયાન છે. તેની સાથે સાથે લોકોના જીવનમાં કેટલાક બદલાવ પણ કરવામાં આવે છે, જેનાથી દુનિયા પર ખૂબ મોટી અસર દેખાય છે. અર્થ અવરમાં પાણીની બચત, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાનો જેવા અભિયાનનો સમાવેશ થાય છે. પૃથ્વી બચાવવાના આ અભિયાનને સમગ્ર વિશ્વમાં પ્રશંસા મળી રહી છે. આથી કાલે પણ અર્થ અવર અભિયાન અતર્ગત એક કલાક માટે વીજળી બંધ કરી દેવામાં આવી હતી.