
નવી દિલ્હી: તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટ(PM Modi in Lex Fridman’s Podcast)માં જોવા મળ્યા હતાં. પોડકાસ્ટમાં વડા પ્રધાનને તેમના બાળપણ, સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો તેમના પર પ્રભાવ, લોકશાહી અને જીઓપોલિટીકસ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. આજે રવિવારે કોંગ્રેસે પોડકાસ્ટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાને ભારતમાં પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહ્યા અને પરંતુ યુએસ પોડકાસ્ટરમાં આશરો શોધી રહ્યા છે.
Also read : PM Modi એ પોડકાસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા, પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે “ટીકા એ લોકશાહીનો આત્મા છે.” આ અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) વડા પ્રધાન પર પ્રહારો કર્યા. જયરામ રમેશે વડા પ્રધાન પર સરકારને જવાબદાર ઠેરવતી સંસ્થાઓને તોડી પાડવાનો આરોપ મૂક્યો અને બદલાની ભાવનાથી સરકાર ટીકાકારો સામે કાર્યવાહી કરવાનો આરોપ મુક્યો.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “જે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સામે આવવાથી ડરે છે, તેઓ રાઈટવિંગ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા વિદેશી પોડકાસ્ટર પાસે આશ્રય લઇ રહ્યા છે.”
જયરામ રમેશે વધુમાં કહ્યું કે, “જ્યારે તેમણે તેમની સરકારને જવાબદાર ઠેરવતી, દરેક સંસ્થાને વ્યવસ્થિત રીતે નષ્ટ કરી દીધી છે અને બદલો લેવાની ભાવના સાથે ટીકાકારોનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ એવું કહેવાની હિંમત કરી રહ્યા છે કે ‘ટીકા લોકશાહીનો આત્મા છે!’ દંભ(Hypo(d)crisy)ની પણ કોઈ સીમા હોય છે.”
Also read : મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગુજરાતની સફેદ ડુંગળીની એન્ટ્રી, જયરામ રમેશે ઉઠાવ્યો સવાલ
પોડકાસ્ટ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને શાંતિ માટે વાટાઘાટો કરવા વિનંતી કરી છે અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો અંગે પણ તેમણે વાત કરી હતી.