પ્રજાને લૂંટનારાઓને નહિ છોડીએ: મોદી
નવી દિલ્હી: છત્તીસગઢને લૂંટનારાઓને બક્ષવામાં નહિ આવે એવી ખાતરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આપી હતી.
કૉંગ્રેસની નીતિ પરિવાર, સગાવાદ અને ભ્રષ્ટાચારની હોવાનું તેમણે કહ્યું હતું.
છત્તીસગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ હોય ત્યાં વિકાસ થઈ શકતો નથી. ગરીબો, આદિવાસીઓ અને પછાતજાતિના લોકોના હિતોનું રક્ષણ કરવા માટે તેમ જ છત્તીસગઢને દેશના ટોચના રાજ્યોમાં લાવવા ભાજપ પ્રતિબદ્ધ હોવાનું તેમણે કહ્યું હતું.
છત્તીસગઢમાં જો ભાજપ સત્તા પર આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગતિ વધારવામાં આવશે એવી બાંયધરી મોદીએ આપી હતી. છત્તીસગઢમાં કૉંગ્રેસના પાંચ વર્ષના શાસન દરમિયાન માત્ર શાસક પક્ષના નેતાઓના બાળકો અને સંબંધિઓને જ લાભ થયો છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું.
ચૂંટણીગ્રસ્ત છત્તીસગઢમાં કૉંગ્રેસને નિશાન બનાવતા મોદીએ કહ્યું હતું કે હું ઓબીસી સમુદાયમાંથી આવતો હોવાને કારણે વર્ષ ૨૦૧૩-૧૪માં તેમણે મારી નિંદા કરી મને ગાળો આપી હતી. (એજન્સી)