નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘EVMને આરામ કરવા દો…આગામી ચૂંટણીઓમાં ફરી ટીકા કરજો’ ઈલેક્શન કમિશનરે આવું કેમ કહ્યું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabah election)ના પરિણામો આવી ચુક્યા છે, NDA ગઠબંધન સરકાર(NDA Government) બનાવવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બને એ નક્કી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (EVM) અને ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા હતા, એવામાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર(CEC Rajiv Kumar)એ કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે EVMને આરામ કરવા દો, આગામી ચૂંટણીમાં સુધી આરોપો સહન કરવા તૈયાર થઇ જશે.

EVM સાથે ચેડાં કરવાના આરોપો પર મીડિયાને સંબોધતા રાજીવ કુમારે જણાવ્યું હતું કે પાછલી 20-22 ચૂંટણીઓ માટે એક જેવી જ પરંપરાનું પાલન કરવામાં આવ્યું છે, દર વખતે EVM સાથે ચેડાં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને તેમની વિશ્વસનીયતા પર હંમેશા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ અંતે, EVMએ હંમેશા સાચા પરિણામો દર્શાવ્યા છે.

Read This…ક્ષત્રિયોના વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાની 4.84 લાખની સરસાઈથી ભવ્ય જીત

રાજીવ કુમારે કહ્યું કે “ચૂંટણી પરિણામો બધાની સામે છે, બિચારા EVM પર આરોપ શા માટે? તેને થોડા દિવસ આરામ કરવા દો. આગામી ચૂંટણી સુધી EVM ને આરામ કરવા દો. પછી તે બહાર આવશે, પછી તેની બેટરી બદલાશે, પછી તેના કાગળો, ફરી તેને દોષ આપવામાં આવશે, પરંતુ EVMs છેલ્લા 20-22 ચૂંટણીઓથી સમાન પરિણામો દર્શાવે છે.”

તેમણે એમ પણ કહ્યું કે કદાચ ઈવીએમનો જન્મ એવા આરોપ અને ટીકાકરવા માટે થયો, પરંતુ તે ખૂબ જ વિશ્વસનીય છે; તે દરેક રીતે તટસ્થ છે અને તેનું કામ કરે છે.

EVMની વિશ્વસનીયતાને લઈને વિપક્ષ ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે અગાઉ બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવા અંગેની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button