શપથ ગ્રહણ સમારોહમાં આ ખૂંખાર મહેમાનની હતી હાજરી..!

18મી લોકસભાનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાઇ ગયો. દેશવિદેશના મહાનુભાવોને એમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત ફિલ્મજગતના સિતારાઓએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં એક ખૂંખાર પ્રાણીની હાજરી પણ જોવા મળી હતી. આ ખૂંખાર પ્રાણી કયું હતું એ વિશે મતમતાંતર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની મંત્રી પરિષદના 71 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા. દેશભરમાં આ સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને દેશવિદેશના કરોડો દર્શકોએ આ સમારોહને નિહાળ્યો હતો. નેતાઓનો શપથ વિધિ ચાલી રહ્યો હતો. જ્યારે સાંસદ દુર્ગા દાસનો શપથ ગ્રહણનો વારો આવ્યો ત્યારે તેમણે શપથ લીધા બાદ કેટલુંક પેપર વર્ક પૂરું કરી રહ્યા હતા. તે સમયે તેમની પાછળથી એક ખૂંખાર પ્રાણી પસાર થતું જોવા મળ્યું હતું.
લાઇવ ટેલિકાસ્ટ ઉપરાંત આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં સાંસદ દુરેગાદાસ તેમનું પેપરવર્ક પૂરું કરી રહ્યા છે એ વખતે તેમની પાછળ આખૂંખાર પ્રાણી ચાલીને જતું જોવા મળે છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ચિત્તો હતો, તો કોઇ કહે છે કે આ દિપડો હતો, તો વળી કેટલાક નેટિઝને આ સ્નીફર ડૉગ હોવાનું જણાવ્યું હતું. તમે પણ આ વીડિયો જુઓ અને કહો કે આ કયું પ્રાણી દેખાય છે.
આ વીડિયો પર લોકો અવનવી કમેન્ટ આપી રહ્યા છે. એક નેટિઝને તો કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખરા અર્થમાં ટ્રાઇબલ ટાઇગ્રેસ છે. તેથી રાષ્ટ્રપતિભવનમાં આવા ખૂંખાર પ્રાણીની ઝલક જોવા મળી રહી છે.
Also Read –