નેશનલ

દીપડો ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસ્યો અને કલાકો સુધી આરામ કર્યો….

ઉદયપુર: ઉદયપુર શહેરના એક કન્યા છાત્રાલયમાં દીપડો ઘૂસી જતાં હાજર તમામ વિદ્યાર્થીનીઓ ચરી ગઇ હતી. દીપડો લગભગ બાર કલાક સુધી હોસ્ટેલમાં જ રહ્યો ત્યાં સુધી તમામ વિદ્યાર્થીનીઓ પોતાના રૂમોમાં જ પુરાઇ રહી. આઠ ડિસેમ્બરના રોજ હોસ્ટેલમાં રોજની જેમ જ છાત્રાલયની છોકરીઓની અવરજવર ચાલી રહી હતી, ત્યારે સ્ટાફના એક સભ્યને હોસ્ટેલમાં દીપડો દેખાયો તે કંઇ કહે તે પહેલા જ દીપડાએ યુવક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જો કે યુવક ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. પરંતુ દીપડો હોસ્ટેલની બહાર ના નીકળતા હોસ્ટેલમાં રહેતી છોકરીઓ ડરી ગઇ હતી.

જિલ્લા વન અધિકારી અજય ચિત્તૌરાએ જણાવ્યું હતું કે દીપડો હોસ્ટેલમાં ઘૂસ્યો હોવાની જાણ વન વિભાગને મળતા જ વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. છાત્રાલય ત્રણ માળનું છે જેમાં બીજા માળે દીપડો ઘૂસી ગયો હતો. ત્યારે બીજા માળે દીપડો ક્યાં છુપાયો છે તે પણ જાણવું અમારા માટે અઘરું હતું. જો કે ટીમે ખૂબ જ મુશ્કેલી બાદ દીપડાને શોધી કાઢ્યો અને પછી તેને એક સ્થળે બ્લોક કરી દીધો હતો ત્યારબાદ દિવાલમાં ડ્રિલ કરીને તેના માટે રસ્તો બનાવવામાં આવ્યો અને ત્યાંથી દીપડાને સલામત રીતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

હોસ્ટેલ સંચાલકના જણાવ્યા મુજબ દીપડાની માહિતી મળતા જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ હોસ્ટેલ રહેણાંક વિસ્તારમાં તેમજ મુખ્ય માર્ગ પર આવેલી છે. આવી સ્થિતિમાં ભીડભાડવાળા વિસ્તારમાં દીપડો આવતાં આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને હોસ્ટેલની બહાર મોટી સંખ્યામાં એકઠી થઈ ગયા હતા. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ વન વિભાગની ટીમને દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

જો કે દીપડો કયા રસ્તેથી હોસ્ટેલમાં ઘુસ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે રાજસ્થાનમાં દીપડાઓની વસ્તી વધી રહી છે અને સામે જંગલો ઘણા ઓછા છે જેના કારણે દીપડાઓ અને જેગલી જાનવરો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button