નેશનલ

AIDS Treatment: HIV હવે અસાધ્ય રોગ નથી રહ્યો! આ ઈન્જેક્શનથી રોગ સામે રક્ષણ મળશે

નવી દિલ્હી: એચઆઈવી એઇડ્સ (HIV AIDS) અસાધ્ય રોગ માનવામાં આવે છે, હજુ સુધી આ રોગનો ચોક્કસ ઈલાજ શોધી શકાયો નથી. આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે. એવામાં દાવો કરવામાં આવ્યો છે કે HIV નો ઈલાજ મળી ગયો છે. દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એવું ઇન્જેક્શન શોધાયું છે જે વર્ષમાં બે વાર આપવામાં આવે તો આ જીવલેણ રોગથી 100% સલામતી મળી શકે છે.

એક અહેવાલ મુજબ આ ઈન્જેક્શનનું નામ ‘લેનકાપાવીર’ (Lenacapavir) છે. મોટા પાયા પર તેનું પરીક્ષણ કર્યા પછી જાણવા મળ્યું કે આ ઈન્જેક્શન છોકરીઓને HIV થી સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. ટ્રાયલમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું દર 6 મહિને ‘લેંકાપાવીર’ ઈન્જેક્શન આપવાથી અન્ય દવાઓની સરખામણીમાં HIV સંક્રમણથી વધુ સારી સુરક્ષા મળે છે.

આ પણ વાંચો: Pilot HIV Poistive હોવાથી DGCA ઉડાન ભરવાની મનાઈઃ ટ્રેઇની પાઈલટે ભર્યું આ પગલું

યુગાન્ડામાં 3 અને દક્ષિણ આફ્રિકામાં 25 સ્થળોએ લેંકાપાવીર અને અન્ય બે દવાઓનું 5 હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ કરનાર દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકે આ માહિતી આપી હતી. લેનકાપાવીર (લેન એલએ) એચઆઈવી કેપ્સિડ સાથે જોડાઈને આ વાયરસ સામે રક્ષણ આપે છે.

નોંધનીય છે કે પૂર્વી અને દક્ષિણ આફ્રિકામાં છોકરીઓ અને મહિલાઓમાં HIV સંક્રમણ સૌથી વધુ છે. આ ઈન્જેક્શનના ટ્રાયલમાં જાણવા મળ્યું કે ઇન્જેક્શન લગાવવા વાળી 2,134 મહિલાઓને એચઆઈવીનો ચેપ ન લાગ્યો, જે દર્શાવે છે કે લેંકાપાવીર ઈન્જેક્શન 100 ટકા અસરકારક છે.

ગયા વર્ષે, વૈશ્વિક સ્તરે HIV સંક્રમણના 13 લાખ કેસ નોંધાયા હતા, જે 2010માં નોંધાયેલા 20 લાખ કેસો કરતા ઘણા ઓછા છે. UN AIDS એ 2025 સુધીમાં વિશ્વભરમાં AIDSના કેસોને 5 લાખથી ઓછા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button