લદાખવાસીઓેનું ત્રીજી ફેબ્રુઆરીએ `લેહ ચલો' આંદોલન | મુંબઈ સમાચાર
નેશનલ

લદાખવાસીઓેનું ત્રીજી ફેબ્રુઆરીએ `લેહ ચલો’ આંદોલન

રાજ્યના દરજ્જા અને છઠ્ઠા શેડ્યુલમાં સ્થાન આપવાની માગણી

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : લદાખના લોકો અનેક વર્ષોના સંઘર્ષ બાદ મળેલા કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાથી નારાજ છે. આ જ કારણથી પોતાની માગણીનો હુંકાર કરતાં તેમણે આંદોલનની શરૂઆત કરી છે. આંદોલનના ભાગરૂપે ત્રીજી ફેબ્રુઆરીએ `લેહ ચલો’ની હાકલ કરાઈ છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે અમારી માગણીનો મુસદ્દો સ્વીકાર્યા છતાં કોઈ પગલાં લીધા નથી. હવે લદાખની જનતા માગણીના સમર્થનમાં ખુલીને મેદાનમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકાર આગળ રજૂઆત કર્યા બાદ કેન્દ્રને તેમની માગણીનો મુસદ્દો પણ આપ્યો, પરંતુ કેન્દ્રે એના પર કોઈ સકારાત્મક પગલાં લીધા નથી. અ ામાગણીઓમાં લદાખને રાજ્યનો દરજ્જોે આપવા ઉપરાંત છઠ્ઠા શેડ્યુલ એટલે કે અનુસૂચીનો અમલ કરવાની માગણી કરી છે. લદાખવાસીઓએ માગણી ન સંતોષાય તો આંદોલન વેગવંતુ બનાવવાની ધમકી અને ચેતવણી આપી હતી
અહીં ઉલ્લેખનીય છે કે લેહ અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સની સર્વોચ્ચ સંસ્થાએ રાજ્યના દરજ્જા અને છઠ્ઠા શેડ્યુલની માગણીનો વિસ્તૃત મુસદ્દો થોડા દિવસો પહેલાં ગૃહ મંત્રાલયને સુપરત કર્યો હતો. આ સર્વોચ્ચ સંસ્થાના સહઅધ્યક્ષ ચેરિંગ દોરજેએ પત્રકારોને ઉક્ત જાણકારી આપી હતી. મુસદ્દામાં કહેવામાં આવ્યું હતું કે ઈતિહાસ, સામરિક મહત્ત્વ અને પર્યાવરણીય મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેમ જ ઈશાન ભારતના બીજા રાજ્યોની સાથે સમાનતા અને વિભિન્ન માપદંડોના આધાર પર લદાખને રાજ્યનો દરજ્જોે મળવો જોઈએ.
હવે વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ અને લેહ એપેક્સ બૉડી (એલએબી)એ લોકોને 3 ફેબ્રુઆરી, 2024ના આંદોલનમાં મોટી સંખ્યામાં હાજર રહેવાની અપીલ કરી હતી. એક નિવેદનમાં માહિતી અપાઈ છે કે લેહના એનડીએસ સ્ટેડિયમમાં ત્રીજી ફેબ્રુઆરીના સવારે દસ વાગ્યે શરૂ થનારા વિરોધ પ્રદર્શનનો હેતુ છઠ્ઠી અનુસૂચીને સંબંધિત મુખ્ય મુદ્દાના સમાધાન માટે સરકાર પર દબાણ નાખવાનો છે. આ વિરોધ એક વારની ઘટના નથી. સોનમ વાંગચુકની 21 દિવસની ભૂખ હડતાળને સમર્થન આપવાની સાથે તેમના દરેક મુદ્દાને સમર્થન આપવાની હાકલ કરાઈ છે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button