ટોપ ન્યૂઝનેશનલ

રાજનાથસિંહ, સિંધિયા, શિવરાજસિંહથી લઇને હેમામાલિની સહિતના નેતાઓ પણ કરી Yoga Dayની ઉજવણી

નવી દિલ્હી : ભારતીય રાજનેતાઓએ પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day 2024) ઉજવણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સહિત દેશના તમામ નેતાઓએ આ પ્રસંગે યોગ કર્યા હતા. પીએમ મોદી આ માટે કાશ્મીર પહોંચ્યા ત્યારે નીતિન ગડકરીએ તેમના હોમ ટાઉન નાગપુરમાં યોગ કર્યા હતા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સહયોગથી સાંસ્કૃતિક મંત્રાલયે ઐતિહાસિક પુરાણ કિલા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 5 લાખ લોકોએ ભાગ લીધો હતો.

દેશના યુવાનો પાસે રોજગારની નવી સંભાવનાઓ

PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં યોગ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે યોગના વિસ્તરણે તેના વિશે બનેલી ધારણાને તોડી નાખી. હવે દુનિયાભરમાંથી લોકો યોગ શીખવા માટે ભારતમાં આવે છે. ઘણા લોકો પર્સનલ યોગ ટ્રેનર્સ પણ રાખે છે. આ સાથે દેશના યુવાનો પાસે રોજગારની નવી સંભાવનાઓ છે.

શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં અને નીતિન ગડકરીએ નાગપુરમાં યોગ કર્યા હતા.

રાજનાથ સિંહે મથુરામાં સૈનિકો અને સેનાના અન્ય અધિકારીઓ સાથે યોગ કર્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં યોગ કર્યા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં યોગ કર્યા બાદ કહ્યું, “યોગ ભારતની આધ્યાત્મિક ક્ષમતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વડાપ્રધાનનું વિઝન યોગને વિશ્વમાં એક વિશેષ સ્થાન આપવાનું હતું અને દર વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગની ઉજવણી કરવામાં આવે છે. “

યોગ માટે ઉત્સાહ અને જાગરૂકતા પેદા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે યોગ કર્યા બાદ કહ્યું, “તે એક પ્રેરણા છે, જેણે સમગ્ર વિશ્વમાં યોગ માટે ઉત્સાહ અને જાગરૂકતા પેદા કરી છે. આજે વિદેશ મંત્રાલયના ઘણા રાજદૂતો અને સહકાર્યકરોને અમારી સાથે જોડાતા જોઈને હું ખૂબ જ ખુશ છું.

ગુજરાતમાં નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી

ગુજરાતમાં બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી.

અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશના કાંગડામાં યોગ કર્યા હતા.

જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોગ કર્યા

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમની આખી કેબિનેટ સાથે જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોગ કર્યા હતા.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં યોગ કર્યા બાદ કહ્યું કે પીએમ મોદી કાશ્મીરમાં યોગ કરીને સંદેશ આપી રહ્યા છે. યોગ દરેકને શાંતિના માર્ગ પર ચાલવાનું શીખવે છે.

હેમા માલિનીએ પોતાના સંસદીય ક્ષેત્ર મથુરામાં યોગ કર્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીના યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગ કર્યા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ