નેશનલ

જ્યારે વિપક્ષના નેતા ખડગેએ G-20નો ઉલ્લેખ G-2 તરીકે કર્યો ત્યારે…

નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ G-20ને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ખડગેએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે આપણે મોંઘવારી અને બેરજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે G-2 વિશે વાત કરવામાં વ્યસ્ત છીએ. જેવું ખડગેએ G-20નો ઉલ્લેખ G-2 તરીકે કર્યો એટલે સભાપતિ જગદીપ ધનખડેએ તેમને ટોક્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કે એ G-20 છે. જેના જવાબમાં ખડગેએ કહ્યું કે ઝીરો કમળથી ઢંકાઈ ગયો છે.

વિપક્ષના નેતાએ આગળ એવું પણ કહ્યું હતું કે G-20ની જે જાહેરાત છે એમાં G-20ને બદલે G-2 એવું જ દેખાય છે, કારણ કે એમાં ઝીરો કમળથી ઢંકાઈ ગયો છે. જેના જવાબમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ખડગેજી આ તમારું સ્તર નથી.
બીજી બાજું ખડગે દ્વારા કરવામાં આવેલા કટાક્ષના જવાબમાં રાજ્યસભાના નેતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે મહેરબાની કરીને G-20ની મજાક ના ઉડાવશો. આ એક ખૂબ મોટું ગ્રુપ છે. કદાચ ખડગેજીને 2G જ દેખાય છે. 2G અને સન-G.

આ પહેલાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે નહેરુજીનું એવું માનવું હતું કે એક મજબૂત વિપક્ષની ગેરહાજરીનો અર્થ એવો થાય છે કે સિસ્ટમમાં ઘણી બધી ખામીઓ છે. જો કોઈ મજબૂત વિપક્ષ નથી તો એ અયોગ્ય છે પણ હવે એક મજબૂત વિપક્ષ છે. ઈડી, સીબીઆઈના માધ્યમથી એને નબળો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીજી સંસદમાં ખૂબ ઓછા સમય માટે આવે છે અને જ્યારે પણ આવે છે ત્યારે તેઓ એને એક ઈવેન્ટ બનાવી દે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door