CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ: બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ રદ્દ કર્યું…

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયધીશ બીઆર ગવઈ પર એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ આ વકીલને તાત્કાલિક કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા અને તેની અટકાયત કરી હતી. વકીલની આ હરકત મુદ્દે બાર કાઉન્સિલે પણ મોટી કાર્યવાહી કરતા તેને પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
વકીલ સામે બાર કાઉન્સિલની મોટી કાર્યવાહી
કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન રાકેશ કિશોરે CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન’ તેવું પણ કહ્યું હતું, હવે આ વકીલ સામે કાર્યવાહી કરતા બાર કાઉન્સિલે મોટી કાર્યવાહી કરી છે. બાર કાઉન્સિલે રાકેશ કિશોરને વકીલાતની પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરીને લાઇસન્સ પણ રદ્દ કરી દીધી છે.
બીઆર ગવઈએ આ મામલે શું નિવેદન આપ્યું?
આ સમગ્ર ઘટના મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈએ નિવેદન પણ આપ્યું છે. CJI બીઆર ગવઈએ કહ્યું કે, મને આ પ્રકારના કૃત્યોથી કોઈ ફરક પડતો નથી. જો કે, આ ઘટના સામાન્ય નથી. સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાની વાત કરવામાં આવે તો, જ્યારે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ વકીલો દ્વારા દાખલ કરાયેલા કેસના ઉલ્લેખની સુનાવણી કરી રહ્યાં હતા તે દરમિયાન વકીલે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં CJI ગવાઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ; હુમલાખોરે ‘સનાતન ધર્મ’ના નારા લગાવ્યા