જો જો આધાર અપડેટ કરવાનું ચૂકી ન જવાય, નજીક છે આખર તારીખ, જલ્દી લાભ લઈ લો…
આજે આધાર કાર્ડ દરેક સરકારી કામ માટે મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. જે લોકો પાસે આધાર કાર્ડ નથી તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દેશમાં અનેક લોકો એવા છે જે આધાર કાર્ડમાં ખોટી છપાયેલી જાણકારીઓને લઈને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતીમાં તેમાં કરેક્શન કરાવવું પડે છે. હવે તમે આધારા કાર્ડમાં લાંબા સમયથી નામ કે સરનામું ખોટું જઈ રહ્યું હોય તો ફ્રિમાં અપડેટ કરાવી શકો છો. ફ્રિ અપડેટની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.
આ છે અપડેટની છેલ્લી તારીખ
છેલ્લી તારીખ પહેલા તમે ઓનલાઈન પોતાના આધાર કાર્ડમાં નામ અને સરનામું અપડેટ કરાવી શકો છો. ઓફલાઈન અપડેટ કરાવવા માટે તમારે 50 રૂપિયા ફિ આપવી પડશે. આધાર કાર્ડને 14 માર્ચ સુધી અપડેટ કરી શકાય છે. તમે તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર, નામ કે પછી સરનામું સહિતની ડીટેલ ફ્રિમાં અપડેટ કરી શકો છો.
કઈ રીતે થશે આધાર અપડેટ?
તમે આધારની સત્તાવાર વેબસાઈટ પર જઈને લોગઈન કરી શકો છો, અને તેની મારફતે આધાર અપડેટ કરી શકો છો. સૌથી પહોલા તમારે તમારો આધાર નંબર અને વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) નાખીને લોગઈન કરવું પડશે. તેના માટે તમારે myaadhaar.uidai.gov.in પર જવું પડશે. ત્યાર બાદ સ્ક્રીન પર તમામ ડીટેલ જોવા મળશે. કરેક્શન માટે તમને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાનું કહેવામાં આવશે. જેની સાઈઝ 2 MBથી વધુ ન હોવી જોઈએ.
તમામ માહિતી ભર્યા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરી દો, તમારું આધાર કાર્ડ અપડેટ થઈને આવી જશે. આધાર અપડેટની જાણકારી તમને મેસેજ દ્વારા મળી જશે. ત્યાર બાદ તમે વેબસાઈટથી તમારૂ આધાર ડાઉનલોડ કરી શકો છો. તમે જો ઓનલાઈન અરજી નથી કરી શક્તા તો કોઈ નજીકના આધાર સેન્ટર પર જઈને પણ તમે તમારૂ અપડેટ કરી શકો છો. જો કે તેના માટે તમારે ફી આપવી પડશે.