નેશનલ

લશ્કર-એ-તૈયબાએ તાલિબાનને આપી ધમકી, કહ્યું પાકિસ્તાની સેના સાથે મળીને કરશે હુમલો…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે. જેમાં હવે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા હવે પાકિસ્તાન આર્મી સાથે મળીને અફઘાનિસ્તાન પર હુમલો કરવાની ધમકી આપી છે. આ પ્રથમ વાર છે જયારે કોઈ આતંકી સંગઠને પાકિસ્તાની સેનાને સાથ આપ્યો છે. લશ્કર-એ-તૈયબાએ યુએન દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન છે.

અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ ન થવો જોઈએ

જેમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર યાકુબ શેખે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની તાજેતરમાં સંરક્ષણ દળ ના વડા તરીકે નિમણૂકનો સ્વાગત કરતો એક વિડિઓ સંદેશ બહાર પાડ્યો. તેમણે અફઘાનિસ્તાનને કડક ચેતવણી પણ આપી. પાકિસ્તાને હંમેશા અફઘાનિસ્તાન માટે આપેલા બલિદાનનું વળતર સમર્થનથી આપ્યું છે. લશ્કરના નેતા કારી યાકુબ શેખે એક નિવેદનમાં પીઓકે અને અફઘાનના મૌલવીઓ માટે ફતવો જાહેર કર્યો છે. જેમાં અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ ન થવો જોઈએ અમે આને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે વધુમાં જણાવ્યું હતું કે, જો અફઘાન સરકાર અને તાલિબાન પાકિસ્તાનને લેખિત ખાતરી આપે કે તેમની ધરતી પરથી પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિ નહીં થાય તો બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી શકે છે. જો કે આમ નહી થાય તો લશ્કર-એ-તૈયબા અફઘાનિસ્તાન અને તેના આતંકવાદી નેટવર્કનો સામનો કરવા માટે પાકિસ્તાની સેના સાથે છે. લશ્કર-એ-તૈયબા કમાન્ડરની ધમકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો…અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો: ઇસ્તાંબુલમાં પાકિસ્તાનની શરતો તાલિબાને ફગાવી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button