ટોપ ન્યૂઝનેશનલ

લશ્કર-એ-તૈયબાનો ખુંખાર આતંકી સૈફુલ્લાહ પાકિસ્તાનના સિંધમાં ઠાર, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ

લાહોરઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં અનેક આતંકીનો સફાયો કર્યો હતો. મળતી વિગત પ્રમાણે, આજે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર આતંકવાદી સૈફુલ્લાહ પાકિસ્તાનના સિંધમાં માર્યો ગયો હતો. તેના સૈફુલલ્લાહ ઉર્ફે વિનોદ કુમાર ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ખાલીદ ઉર્ફે વનિયાલ ઉર્ફે વાજિદ ઉર્ફે સલીમભાઈ એમ અનેક નામ હતા. સૈફુલ્લાહ નેપાળમાં લશ્કર-એ-તૈયબાનું આતંકી મૉડ્યૂલ સંભાળતો હતો. તેનું મુખ્ય કામ લશ્કરની આતંકવાદી ગતિવિધિ માટે કેડર અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવાનું હતું.

સૈફુલ્લાહે નેપાળી મહિલા નગમા બાનુ સાથે નિકાહ કર્યા હતા. સૈફુલ્લાહ લશ્કર અને જમાત ઉદ દાવા માટે રિક્રૂટમેંટ અને ફંડ કલેકશનનું કામ કરતો હતો. તાજેતરમાં જ સૈફુલ્લાહ ખાલિદે તેનું ઠેકાણું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બનાવ્યું હતું. જ્યાં તે લશ્કર-એ-તૈયબા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ અને તેના સંગઠન જમાત-ઉદ-દાવા માટે કામ કરતો હતો.

નેપાળના રસ્તેથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું કામ કરતો
સૈફુલ્લાહ ભારતમાં અનેક આતંકી હુમલામાં પણ સામેલ હતો. તેણે રામપુરના સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. નાગપુરમાં આરએસએસના હેડ ક્વાર્ટર પર હુમલો તથા આઈઆઈએસસી બેંગલુરુ બોંબ ધડાકામાં તેનું નામ સામેલ હતું, સૂત્રો મુજબ તેને રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના વદીન જિલ્લાના માટલા તાલુકામાં મારવામાં આવ્યો હતો. તે નેપાળના રસ્તેથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું પણ કામ કરતો હતો.

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી
સૈફુલ્લાહને લશ્કર-એ-તૈયબાએ ભારતમાં હુમલાની તૈયારી કરવાની ટાસ્ક આપી હતી. તે નેવાળમાં અનેક વર્ષો સુધી રહ્યો હતો અને સતત ભારતમાં આતંકવાદી હુમલા કરાવતો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીને તે નેપાળમાં હોવાની માહિતી મળી ત્યારે નેપાળ છોડીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી હતો.

આપણ વાંચો : ભારતના હુમલાના ડરથી પાકિસ્તાની સેનાએ આતંવાદી હાફિઝ સઈદને આપી મજબુત સુરક્ષા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button