નેશનલ

Joshi Math: 40 કલાકથી હાઈ વે બંધ, બન્ને તરફના યાત્રીઓ ફસાયા

જોશીમઠઃ વરસાદી આફતોનો શિકાર પહાડી વિસ્તારો જલદી બને છે અને આ વિસ્તારોમાં સ્થિતિ ખૂબ ભયાવહ થતી હોય છે. જોશીમઢમાં પણ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. અહીં ભૂસ્ખલન થયાને 40 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તે પછી પણ બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ છે. અહીં BROની ટીમ હજુ પણ કામ કરી રહી છે અને હાઈવેને પર વાહનવ્યવહાર શરૂ થાય તે માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. જેના કારણે બદ્રીનાથ હાઈવે પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને ચાર ધામ યાત્રીઓ પણ બંને તરફ ફસાયેલા છે.

પહાડનો ભાગ જે રસ્તા પર પડ્યો છે તે હટાવવાની કામગીરી સમય લઈ રહી છે. ભૂસ્ખલનને કારણે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. . ઘટનાસ્થળે હાજર અનેક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ કેદ કરી લીધો હતો. નેશનલ હાઈવે 7 જોશીમઠ-બદ્રીનાથ હાઈવે હાલમાં ભૂસ્ખલનના કારણે બંધ છે. જેના કારણે ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે. પહાડ ધસી પડવાને કારણે રસ્તો પણ બંધ થઈ ગયો છે. જેના કારણે સામાન્ય રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાતાલગંગા નજીક ટ્રાફિક ટનલની ઉપરની ટેકરી પરથી એક વિશાળ ભાગ પડ્યો હતો. સલામત ટ્રાફિક માટે, વાહનો અને મુસાફરોની સુરક્ષા માટે અહીં લાંબી ટનલ બનાવવામાં આવી છે. પરંતુ બુધવારે અચાનક ભૂસ્ખલન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ટનલનો એક પ્રવેશદ્વાર કાટમાળથી બંધ થઈ ગયો છે. પહાડનો કાટમાળ રસ્તા પર પડ્યો છે. જોકે રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…