કેરળના ઇડુક્કીમાં ભૂસ્ખલન, આઠ મકાન ઘરાશાયી એકનું મોત | મુંબઈ સમાચાર
નેશનલ

કેરળના ઇડુક્કીમાં ભૂસ્ખલન, આઠ મકાન ઘરાશાયી એકનું મોત

ઇડુક્કી : કેરળના ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન થતા આઠ મકાન ધરાશાયી થયા હતા. જેમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે. જયારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના આદિમાલીના મન્નમકંડમમાં શનિવારે રાત્રે બની હતી. મૃતકની ઓળખ લક્ષ્મવીદુ ઉન્નાથીના રહેવાસી બીજુ તરીકે થઈ છે.

નેશનલ હાઈવેના કામના લીધે દુર્ઘટના સર્જાઈ

પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના શનિવારે રાત્રે સર્જાઈ હતી. આ સ્થળે 22 મકાન હતા. તેમજ આ અંગે આદિમાલી બ્લોક પંચાયતના સભ્ય કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે -85ને પહોળા કરવાના ભાગ રૂપે ટેકરી વિસ્તારમાંથી માટી કાઢવામાં આવી રહી હતી. જેમાં રહેણાંક વસાહત હાઇવે નીચે ટેકરીના ઢોળાવ પર આવેલી હતી. ભૂસ્ખલનની શક્યતાને કારણે પંચાયત અધિકારીઓએ નોટિસ પણ આપી હતી. તેમજ શનિવારે સાંજે 22 પરિવારોને આદિમાલી ખસેડવામાં આવ્યા હતા.

બીજુ અને પત્ની સંધ્યા રસોઈ બનાવવા ઘરે આવ્યા હતા

જયારે મૃતક બીજુ અને તેની પત્ની સંધ્યા મોડી રાત્રે રસોઈ બનાવવા માટે ઘરે પાછા ફર્યા હતા.જ્યારે તેઓ તેમના ઘરની અંદર હતા ત્યારે રાત્રે લગભગ 10:30 વાગ્યે ટેકરી પરથી માટી ઘસીને મકાન પર પડી હતી. બીજુ અને સંધ્યા અંદર ફસાયા હતા. આ ભૂસ્ખલનમાં લગભગ આઠ ઘરો તૂટી ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી જેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.

આપણ વાંચો:  ઝારખંડમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી; લોહી ચઢાવ્યા બાદ 5 માસૂમ બાળકો HIV સંક્રમિત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button