નેશનલ

જમીન હડપવી, કારચોરી ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગણાશે

નવી દિલ્હી: નાણાંકીય કૌંભાડ, પોન્ઝી સ્કીમ, સાઈબર ગુના, વાહનચોરી, જમીન હડપવી, હત્યાની સુપારી આપવી વિગેરેને ઓર્ગેનાઈઝ ક્રાઈમમાં ગણવાનો નવો કાયદો લાવવાની ભલામણ એક સંસદીય સમિતિએ કરી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજલાલના વડપણ હેઠળની પાર્લામેન્ટરી સ્ટેન્ડિ કમિટી ઓન હોમ અફેર્સ માને છે કે વર્તમાન કાયદા કેટલાક ગંભીર ગુના સામે કામ લેવામાં પર્યાપ્ત નથી.

ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ)ના નિયમ નવ પ્રમાણે અપહરણ, લૂંટ, ખંડણી, જમીન હડપવી, હત્યાની સુપારી આપવી, આર્થિક ગુનાઓ. સાયબર ક્રાઈમ, માનવતસ્કરી, ડ્રગ્સ સ્મગલિંગ ગેરકાયદેસર સામાન, અને શોની હેરફેર વિગેરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઓર્ગેનાઈઝ ક્રાઈમમાં ગણવામાં આવશે.

ભારતીય ન્યાયસંહિતા અનુસાર ઓર્ગેનાઈઝ ક્રાઈમના પગલે કોઈ વ્યક્તિએ જાન ગુમાવવો પડે તો આરોપીને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા આપી શકાય છે અને ૧૦ લાખ રૂપિયાથી ઓછો નહીં તેટલો દંડ ભરવાનો રહેશે, જ્યારે અન્ય કિસ્સામાં ઓછામાં ઓછી પાંચ વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજા આપી શકાય છે અને પાંચ લાખ રૂપિયાથી ઓછો નહીં તેટલા દંડને પાત્ર બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button