‘કુંભ ફાલતુ છે’, લાલુ યાદવના નિવેદન બાદ હોબાળો

નવી દિલ્હી: ગત રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના (New Delhi Stampede) સર્જાઈ. નાસભાગને કારણે 18 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ રેલવે પ્રસાશન પર સવાલો ઉભા થવા લાગ્યા છે. પૂર્વ રેલ્વે પ્રધાન અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવે રેલ્વે પ્રશાસનની આકરી ટીકા કરી હતી. તેમણે આ ઘટનાને “વહીવતીતંત્રની મોટી નિષ્ફળતા” ગણાવી, સાથે સાથે તેમણે રેલ્વે પ્રધાનના રાજીનામાની માંગ કરી. મહાકુંભ વિશે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કુંભને ફાલતું ગણાવ્યું, જેના કારણે વિવાદ ઉભો થયો છે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, પરંતુ રેલ્વે પ્રદાહને તેની જવાબદારી લેવી જોઈએ. આ દરમિયાન, લાલુ પ્રસાદ યાદવે કુંભ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો વિષે કહ્યું કે બધા કુંભ..કુંભ..કુંભ કરી રહ્યા છે, કુંભનો શું મતલબ છે, કુંભ ફાલતુ છે.
Also read: મહાકુંભના નામે કંઈપણ કરે છે લોકોઃ આ જાહેરખબર થઈ રહી છે વાયરલ
લાલુ પરિવાર કુંભથી દુર રહ્યો:
સરકારી આંકડા મુજબ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં 50 કરોડથી વધુ લોકોએ ત્રિવેણીમાં સ્નાન કર્યું છે. નેતાઓ અને સેલિબ્રીટીઝ પણ કુંભ મેળામાં પહોંચી રહ્યા છે. લાલુ પરિવારમાંથી કોઈ કુંભ સ્નાન કરવા પહોંચ્યું ન નથી. કુંભ સ્નાન અંગે લાલુ યાદવના નિવેદન બાદ રાજકીય હોબાળો મચી શકે છે.
JDUની સલાહ:
કુંભ પર લાલુ યાદવના નિવેદન અંગે JDU એ તેમને રાજકારણ ન કરવાની સલાહ આપી છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કહ્યું છે કે રાજકારણને બદલે, આપણે ઘાયલો અને મૃતકોના પરિવારોને કેવી રીતે મદદ કરી શકીએ તે વિશે ચર્ચા કરવી જોઈએ અને રાજકારણ ન કરવું જોઈએ.