લાલુ યાદવની મુશ્કેલી વધી, ગ્વાલિયરની કોર્ટે ધરપકડ વોરન્ટ જારી કર્યું, શું છે સમગ્ર મામલો?
ગ્વાલિયર: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રિય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. ગ્વાલિયરની સાંસદ-ધારાસભ્ય (MP/MLA) કોર્ટે વર્ષો જૂના કેસમાં તેમની સામે કાયમી ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. આ વોરન્ટ આર્મ્સ એક્ટ હેઠળ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા,
પોલીસ તપાસમાં તે બાબતો ખુલાસો થયો હતો કે તેમણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને હથિયારોના વેપારી પાસેથી હથિયારો ખરીદ્યા હતા. આ સાથે જ પોલીસને એ પણ જાણવા મળ્યું કે ખરીદેલા હથિયારો ઘણી જગ્યાએ સપ્લાય કરવામાં આવી રહ્યા છે.
લાલુ પ્રસાદ યાદવની સામેનો આ કેસ એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો જ્યારે કોર્ટને ખાતરી થઈ કે દસ્તાવેજમાં ઉલ્લેખિત લાલુ યાદવ જ બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન છે.
ગ્વાલિયરના એમપી-એમએલએ કોર્ટના એડીપીઓ અભિષેક મેહરોત્રાએ જણાવ્યું હતું કે આરોપી લાલુ પ્રસાદ યાદવ માટે સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમપી-એમએલ ગ્વાલિયર મહેન્દ્ર સિંહની કોર્ટમાંથી કાયમી ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ કેસ વર્ષ 1995 અને વર્ષ 1997નો છે. ફોર્મ 16ના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને હથિયારોના વેપારી પાસેથી હથિયારો ખરીદવામાં આવ્યા હતા.
કુલ ત્રણ ફર્મ પાસેથી હથિયારો અને કારતુસ ખરીદવામાં આવ્યા હતા. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સહિત 23 આરોપીઓના નામ સામેલ છે. જેમાંથી 6 સામે ટ્રાયલ ચાલી રહી છે, બેના મોત થયા છે, જ્યારે 14 ફરાર છે. પોલીસે આ કેસમાં જુલાઈ 1998માં ચાર્જશીટ દાખલ કરી હતી. એપ્રિલ 1998માં પોલીસે લાલુ પ્રસાદ યાદવના પુત્ર કુન્દ્રિકા સિંહનો ફરાર પંચનામા તૈયાર કર્યો હતો, જ્યારે બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના પિતાનું નામ કુંદન રાય છે.
આ હથિયારો વિવિધ સ્થળોએ સપ્લાય કરવામાં આવતા હતા. જેમાં 23 લોકો સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં આરોપી પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન, કોર્ટને જાણવા મળ્યું કે આ લાલુ પ્રસાદ યાદવ એ જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે, આવી સ્થિતિમાં કેસને સ્પેશિયલ કોર્ટ એમપી-એમએલએ કોર્ટ, ગ્વાલિયરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.