નેશનલ

પરિવાર સંગ તિરૂપતિ બાલાજીના મંદિર પહોંચ્યા લાલુ યાદવ

લાલુ પ્રસાદ યાદવે તેમના પરિવાર સાથે શનિવારે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. શુક્રવારે તેઓ તેમના પરિવાર સાથે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પટનાથી તિરૂપતિ આવ્યા હતા. આજે સવારે તેમણે પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ફેસબુક પર તેનો ફોટો પણ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે લગ્નની વર્ષગાંઠના આજના દિવસે પુત્રી કાત્યાયનીના મુંડન સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. તેજસ્વીની સાથે સાથે તેમના ભાઇ તેજ પ્રતાપે પણ પોતાના વાળ દાન કર્યા હતા.

નોંધનીય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલુ બિહારના ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ ચૂક્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓ દેવધરમાં જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયા હતા. એ ઉપરાંત જ્યારે મુંબઇમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક થઇ હતી ત્યારે તેમણે સિદ્ધિ વિનાયક મંદિર જઇને દર્શન કર્યા હતા. આ વખતે આખો પરિવાર દર્શન માટે વિશેષ વિમાન દ્વારા તિરૂપતિ પહોંચ્યો છે.

લાલુ, રાબડી, તેજસ્વી,રાજશ્રી, પૌત્રી કાત્યાયની અને તેજ પ્રતાપ યાદવ શુક્રવારે પટના એરપોર્ટ પરથી રવાના થયા હતા. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર આ દર્શનની પોસ્ટ શેર કરી છે. ટ્વીટ કરીને આ વિશે માહિતી આપતાં તેજસ્વીએ કહ્યું હતું કે તેમણે બિહારના લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.
જાણકારી માટે કે 9 ડિસેમ્બર એ બિહારના ડેપ્યુટી મુખ્ય પ્રધાન જેતસ્વી યાદવના લગ્નની બીજી વર્ષગાંઠ પણ છે. આ મોકાનો લાભ ઉઠાવીને પૂરા પરિવારે તિરૂપતિ બાલાજીના દર્શન કરવાનો પ્લાન બનાવ્યો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker