બિહારમાં વિકટરી જોઈએ છે અને ફેક્ટરી ગુજરાતમાં, લાલુ પ્રસાદ યાદવનો પીએમ મોદી પર પ્રહાર

પટના : બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે બિહારની રાજનીતિમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. આ અંગે બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે બિહાર અને ગુજરાતના વિકાસની તુલના કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. લાલુ પ્રસાદ યાદવે એક્સ પર સવાલ કર્યો છે કે, બિહારના વિકાસની અવગણના કરીને ગુજરાતને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું છે બિહારમાં સત્તા હોવા છતાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારમાં તે પાછળ છે.
ऐ मोदी जी,
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 5, 2025
विक्ट्री चाहिए बिहार से और फैक्ट्री दीजिएगा गुजरात में?
ये गुजराती फार्मूला बिहार में नहीं चलेगा! #LaluYadav #RJD #Bihar pic.twitter.com/ulpz4bifyw
ગુજરાતી ફોર્મ્યુલા બિહારના નહી ચાલે
લાલુ પ્રસાદ યાદવે એક્સ વધુમાં જણાવ્યું છે કે, મોદીજી વિકટરી જોઈએ બિહારથી અને ફેકટરી આપશે ગુજરાતને ? આ ગુજરાતી ફોર્મ્યુલા બિહારના નહી ચાલે. લાલુ યાદવે એક તસવીર પણ પોસ્ટ કરી છે. આ તસવીરમાં લખ્યું છે કે, એ મોદી જી, જો બિહારને ફેકટરી નહી આપો તો ક્યારેય વિકટરી નહી મળે.
બિહાર રોકાણ, ઉદ્યોગ અને રોજગારમાં પાછળ
લાલુ પ્રસાદ યાદવે આરોપ લગાવ્યો કે, બિહારમાં સત્તામાં હોવા છતાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારમાં તે પાછળ છે. આરજેડી સહિત વિપક્ષી દળોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર બિહારમાંથી મત અને સમર્થન તો લે છે. પરંતુ ઉદ્યોગ- ધંધા, ફેક્ટરી અને મોટા પ્રોજેક્ટ હંમેશા ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવે છે.
આરજેડીએ બિહારને લૂંટવાનું કામ કર્યું : ભાજપ
જયારે ભાજપના પ્રવક્તા અરવિંદ સિંહે લાલુ યાદવની આરોપનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ગોટાળા કે નોકરીના બદલે જમીન લખાવી લેવાથી વિકટરી નથી મળતી. જયારે તમને બિહારના વિકાસનો મોકો મળ્યો ત્યારે તમે બિહારને લૂંટવાનું કામ કર્યું. જેના લીધે આજે તમે પંચાયત ચૂંટણી પણ નથી લડી શકતા. પીએમ મોદી અને નીતીશ કુમારના નેતૃત્વના બિહારનો વિકાસ થઈ રહ્યો છે.
આપણ વાંચો: દેશની સરકારો ‘આરોપીઓ’ ચલાવી રહ્યા છે! આટલા પ્રધાનો પર હત્યા-અપહરણ જેવા ગંભીર કેસ