લક્ષદ્વીપના આ ટાપુનું સુરક્ષા કારણોથી સરકાર કરશે અધિગ્રહણ: લોકોનાં વિસ્થાપન મુદ્દે સાંસદ મેદાનમાં | મુંબઈ સમાચાર
નેશનલ

લક્ષદ્વીપના આ ટાપુનું સુરક્ષા કારણોથી સરકાર કરશે અધિગ્રહણ: લોકોનાં વિસ્થાપન મુદ્દે સાંસદ મેદાનમાં

નવી દિલ્હી: ભારત સરકાર લક્ષદ્વીપના ‘બીટ્રા દ્વીપ’નાં (bitra island) અધિગ્રહણ કરવાની તૈયારી કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ દ્વીપનો ઉપયોગ સુરક્ષા ઉદેશ્યો માટે કરવામાં આવશે. આ દ્વીપ પર રહેનારા લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર તેઓને લક્ષદ્વીપમાં વસાવવામાં આવી શકે છે, લક્ષદ્વીપના સાંસદ હમદુલ્લાહ સઈદે સરકારના આ નિર્ણયનો આકરો વિરોધ નોંધાવ્યો હતો.

સાંસદ હમદુલ્લાહ સઈદે બીટ્રા દ્વીપનાં સ્થાનિક લોકોને પોતાનું સમર્થન જાહેર કરતા આશ્વાસન કરતા કહ્યું હતું કે તેઓ આ પ્રસ્તાવનો વિરોધ કરવા માટે રાજનીતિક અને કાયદાકીય રસ્તાઓ અપનાવશે. તાજેતરમાં જ સરકારના નોટીફીકેશનમાં મહેસૂલ વિભાગગે જાહેર કર્યું કે તેઓ બીટ્રા દ્વીપના સંપૂર્ણ ભૂ-ભાગને પોતાને હસ્તક લેવાનો પ્રસ્તાવ રાખી દીધો છે. તેનો ઉદેશ્ય તેને કેન્દ્રની સંબંધિત સંરક્ષણ અને વ્યૂહાત્મક એજન્સીઓને ટ્રાન્સફર કરવાનો છે.

આ પણ વાંચો: વાહ! લક્ષદ્વીપ પહોંચવામાં હવે 5 કલાકની બચત થશે, પ્રવાસીઓનો પ્રથમ બેચ માત્ર 7 કલાકમાં પહોંચી ગયો

શા માટે આ દ્વીપની પસંદગી કરવામાં આવી?

ગયા અઠવાડિયે જારી કરવામાં આવેલા નોટીફીકેશનમાં જણાવવામાં આવ્યું છે કે આ પગલું દ્વીપની વ્યૂહાત્મક સ્થિતિ, રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભની સુસંગતતા અને ત્યાની નાગરિક વસ્તી સંબંધિત વહીવટી અને લોજિસ્ટિકલ પડકારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, 2013 હેઠળ દ્વીપનું સંપાદન કરશે, જે વાજબી વળતર અને પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: લક્ષદ્વીપમાં શાખા ખોલનારી પ્રથમ ખાનગી બેંક બની

સાંસદે સરકારના નિર્ણયનો કર્યો આકરો વિરોધ

લક્ષદ્વીપના સાંસદ હામદુલ્લા સઈદે વહીવટીતંત્ર દ્વારા બિટ્રા ટાપુ પર જમીન સંપાદન કરવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય ઇરાદો સ્થાનિક વસ્તીને વિસ્થાપિત કરવાનો છે. સઈદે આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે સંરક્ષણ હેતુઓ માટે જરૂરી જમીન સરકારે ઘણા ટાપુઓ પર પહેલેથી જ સંપાદિત કરી લીધી છે. તેમણે વહીવટીતંત્રની ટીકા કરતા કહ્યું કે આવી કાર્યવાહી સ્થાનિક નિવાસીઓ સાથે કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વિના કરવામાં આવી રહી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ટાપુઓમાં સ્થાનિક પંચાયતો પણ સક્રિય નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button