મહિલાઓ નોંધી લે આ મહત્ત્વના નંબર્સ, નહીંતર…
દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઉપાયયોજનાઓ અને પ્રયાસ કરવામાં આવે છે, કેમ્પેઈન્સ ચલાવવામાં આવે છે. આજે અમે અહીં આવી જ એક મહિલાઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ.
મળી રહેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારથી લઈને વિવિધ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે અને એના માટે અનેક ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. મહિલાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે સરકાર દ્વારા વિવિધ સમસ્યાઓ અંગે વિવિધ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ નંબર એકલી પ્રવાસ કરતી મહિલા, યુવતીઓ માટે ખૂબ જ મહત્ત્વના છે અને દરેક મહિલાને એના વિશે જાણ હોવી જ જોઈએ.
સરકાર દ્વારા મુશ્કેલીમાં મૂકાયેલી મહિલાઓ માટે મદદ માગવા માટે એક સ્પેશિયલ હેલ્પલાઈન જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર મહિલાઓ ક્યારેય પણ કોલ કરીને મદદ માગી શકે છે.
આ ઉપરાંત જો કોઈ મહિલા ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલુ હિંસાનો ભોગ બને તો તે હેલ્પલાઈન નંબર 181 પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય ચાઈલ્ડ હેલ્પલાઈન માટે 1098 નંબર પર કોલ કરવાનો રહેશે.
મહિલાઓને જો પોલીસ પાસેથી કોઈ મદદ જોઈતી હશે તો તે 100 કે પછી 112 નંબર પર ફોન કરીને પોતાની ફરિયાદ જણાવીને મદદ માંગી શકે છે. બીજી બાજું, જો કોઈ મહિલા તેના અધિકારો વિશે વાત જાણવા માંગે છે કે તેના વિશે ફરિયાદ કરવા માંગે છે, તો તે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને 14433 પર ફોન કરી શકે છે અને કોઈ પણ પ્રકારના સંકોચ વિના પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.
રેલવેમાં એકલી પ્રવાસ કરી રહેલી મહિલાઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે તો આ માહિલાઓ પોતાની ફરિયાદ નોંધાવવા માટે 182 નંબર પર ફોન કરીને મદદ માંગી શકે છે.