
લેહ : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કર્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. જેમાં એક તરફ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ થઈ રહી છે. ત્યારે હવે લદ્દાખમાં પણ પૂર્ણ રાજ્યની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરુ થયા છે. જેમાં લેહમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ સીઆરપીએફની ગાડીને આગ લગાવી દીધી હતી.આ દરમિયાન પ્રદર્શનકારીઓ ભાજપ કાર્યાલયની બહાર પણ પ્રદર્શન કરી રહ્યા છે.તેમણે ભાજપ કાર્યાલયમાં આગ લગાડી છે.
સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રદર્શન
લેહમાં વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. સોનમ વાંગચુક 15 દિવસથી ભૂખ હડતાળ પર છે. લદ્દાખ બંધ દરમિયાન આજે લેહમાં મોટી સંખ્યામાં લોકો એક્ત્ર થયા હતા. પોલીસ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરી છે. તેમજ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે. જયારે લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.
આંદોલનકારીઓની ચાર માંગણીઓ
સોનમ વાંગચુકના આગેવાનીમાં ચાલી રહેલા આંદોલનમાં ચાર માંગણીઓ મુખ્ય છે. જેમાં 1) લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો, 2) લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવો, 3) લદ્દાખ માટે બે લોકસભા બેઠકોની માંગ કરવામાં આવી, અને 4) લદ્દાખના આદિવાસીઓને આદિવાસી દરજ્જો આપવામાં આવે.
આપણ વાંચો: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ યુએન મહાસભામાં ઓમ શાંતિ ઓમ સાથે ભાષણનું સમાપન કર્યું