ટોપ ન્યૂઝનેશનલ

Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ

અમરાવતીઃ તિરુપતિ મંદિરના પ્રસાદ (Tirupati Temple’s Laddus)માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાના વિવાદ થયો હતો. લેબોરેટરી પ્રસાદના સેમ્પલની તપાસ કરવામાં આવ્યા પછી પ્રસાદમાંથી ફિશ ઓઈલ હોવાનું સ્પષ્ટ થવાથી હવે આ બાબત સોશિયલ મીડિયા પર વિવાદ વધુ વકર્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમાલા મંદિરની પવિત્રતાને લાંછન લગાવ્યું હતું. મંદિરના પ્રસાદમાં પણ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો દાવો કરીને વિવાદ કર્યો હતો.

આ પણ વાંચો: “તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો… ” જાણો કોણે આવો આરોપ લગાવ્યો..

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાછલી સરકાર શુદ્ધ ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરતી હતી. YS જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી પાર્ટીએ આ આરોપને બકવાસ ગણાવીને નકારી કાઢ્યો હતો.

જોકે, સેન્ટર ઓફ એનાલિસિસ એન્ડ લર્નિંગ ઈન લાઈવસ્ટોક એન્ડ ફૂડ (સીએએલએફ)ના લેબ રિપોર્ટમાં જારી કરીને જણાવ્યું હતું કે ઘીમાં ફિશ ઓઈલ અને બીફ ટૈલોના અંશ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન લેબોરેટરીના રિપોર્ટમાં લાડુના પ્રસાદમાં ફિશ ઓઈલ અને બીફનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પુરવાર થયું છે, જ્યારે એનો રિપોર્ટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આ્યો છે.

આ પણ વાંચો: તિરુપતિ જતી બસ સાથે ટ્રકની ટક્કર, 9 લોકોના મોત

આ બાબતની સોશિયલ મીડિયા પર સરકારની ઝાટકણી કાઢી હતી. અહીં એ જણાવવાનું કે બુધવારે એનડીએના વિધાનસભ્ય દળની બેઠકને સંબોધતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે જગન રેડ્ડી સરકાર હેઠળ તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર મંદિર દ્વારા ‘પ્રસાદ’ તરીકે આપવામાં આવતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે કે તાજેતરમાં નાયડુની તેલુગુ દેશમ પાર્ટી જૂનમાં પવન કલ્યાણની જનસેના અને ભાજપ સાથે ગઠબંધન કરીને આંધ્ર પ્રદેશમાં સત્તા પર આવી હતી.
“છેલ્લા 5 વર્ષોમાં, YSR કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તેઓએ ‘અન્નદાનમ’ (મફત ખોરાક)ની ગુણવત્તા સાથે સમાધાન કર્યું છે અને ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરીને પવિત્ર તિરુમાલા લાડુ તૈયાર કર્યા છે,” એમ નાયડુએ તેલુગુમાં કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરની દરેક વસ્તુ સાફ થઈ ગઈ છે. આનાથી લાડુની ગુણવત્તામાં સુધારો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button