કુણાલના કારનામાઃ હવે નાણા પ્રધાન પર નિશાન સાધીને વીડિયો પોસ્ટ કર્યો

મુંબઈઃ કુણાલ કામરા આજકાલ વિવાદોમાં ફસાયો છે અને તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે. પોતાના એક્સ હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં તે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પર નિશાન સાધતો જોવા મળી રહ્યો છે. હવા-હવાઈ ગીતની ધૂન પર નવી કવિતા ગાઈ તેણે નિર્મતા સીતારમણ પર નિશાન સાધ્યું એટલું જ નહીં દેશની ટેક્સ સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા. લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં કુણાલ કામરા નાણામંત્રીને ‘નિર્મલા તાઈ’ કહીને તેમની અને સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવી રહ્યો છે.
વીડિયોમાં તે બોલીવુડના જાણીતા ગીત ‘હવા હવાઈ’ની ધૂન પર ગાતો જોવા મળે છે – સરકાર આ રસ્તાઓને બરબાદ કરવા આવી છે, મેટ્રો છે, તેમના મનમાં આ ટ્રાફિક વધારવા માટે આવી છે.” આગળ, તે ગાય છે – ‘આને સરમુખત્યારશાહી કહે છે’.
આ પણ વાંચો: કુણાલ કામરાને સતત ધમકીભર્યા કોલ મળી રહ્યા છે; કામરાએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો
આ પછી, દેશની ટેક્સ સિસ્ટમ અને તેના બોજા હેઠળ દબાયેલા મધ્યમ વર્ગ વિશે વાત કરતા તે કહે છે કે કોર્પોરેટ કરતા કોર્પોરેટ કર્મચારી વધુ ટેક્સ ચૂકવશે. તેઓ ગાય છે – દેશમાં સરકાર સાથે આટલી મોંઘવારી આવી છે, સાડીવાળી દીદી લોકોની કમાણી ચોરવા આવી છે, પગાર ચોરી કરવા આવી છે, તે ‘નિર્મલા તાઈ’ છે.
રવિવારે કુણાલ કામરાએ મુંબઈમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કટાક્ષ કરતા એક કવિતા ગાઈ હતી. જેમાં તેણે નામ લીધા વગર ‘દેશદ્રોહી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ જ્યાં આ શો થયો હતો ત્યાં તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કુણાલના કારનામાઃ સ્ટુડિયો સાથે જે થયું તેના માટે પોતે જવાબદાર નથી, નવો વીડિયો શેર કર્યો
શિંદે પર આ મજાક મામલામાં કામરાને મંગળવારે નોટિસ જારી કરવામાં આવી હતી. હવે પોલીસે તેને ફરીથી સમન્સ મોકલ્યા છે. આ મામલે કુણાલ કામરાએ એક લાંબી પોસ્ટ પણ કરી હતી અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરનારા લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ટી-સિરીઝે પણ કોપી રાઈટના ભંગ બદલ નોટિસ ફટકારી છે, જ્યારે મુંબઈમાં વિવિધ જગ્યાએ પણ પોલીસે સમન્સ પાઠવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.