Kullu Flood:હિમાચલમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પૂરની સ્થિતિ, અનેક હાઇવે બંધ, જુઓ વિડીયો

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં હાલ હિમાચલ પ્રદેશના ભારે હિમ વર્ષા અને વરસાદના લીધે પહાડી વિસ્તારના ભૂસ્ખલન થયુ છે. જેના પગલે અનેક હાઇવે અને મુખ્ય રસ્તાઓ બંધ થયા છે. માહિતી મુજબ કુલ 200 થી વધુ રોડ બંધ થયા છે. જેના લીધે કુલ્લુ, (Kullu Flood)લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર, ચંબા અને શિમલા જિલ્લાઓ સહિત ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટયો છે. તેમજ જનજીવન ખોરવાયું છે.
આ પણ વાંચો: કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જવાનું વિચારતા હોય તો વાંચો મહત્ત્વના સમાચાર!
નહેરુ કુંડથી આગળ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
આ ઉપરાંત કુલ્લુમાં ભારે વરસાદના લીધે અખાડા બજાર અને ગાંધી નગર પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. જેમાં સોલાંગ નાલા, ગુલાબા, અટલ ટનલ અને રોહતાંગમાં તાજેતરની હિમવર્ષાને કારણે, વહીવટીતંત્રે નહેરુ કુંડથી આગળ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
Kullu: नेचर का क्या संकेत है?#HimachalPradesh pic.twitter.com/3KSMsLMfHq
— Vinod Katwal (@Katwal_Vinod) February 28, 2025
સરવરી નાળામાં ઘણા વાહનો ફસાયા
જ્યારે બીજી તરફ બનાલામાં ભૂસ્ખલનને કારણે મનાલી-કીરાતપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે પથ્થરો પડવાના કારણે રોડ સમાર કામ હજુ શરૂ થયું નથી. હિમવર્ષા અને વ્યાપક વરસાદને કારણે ખીણોમાં ઘણા રસ્તાઓ પણ બંધ છે. આ ઉપરાંત કુલ્લુ શહેરની વચ્ચેથી વહેતી સરવરી નાળામાં એટલું બધું પાણી હતું કે ઘણા વાહનો તેમાં ફસાઈ ગયા. જેમાં ગટર પાસે પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા છે. નાળા પાસેના લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે.
પાણી શેરીઓ અને લોકોના ઘરોમાં ઘૂસી ગયા
મળતી માહિતી મુજબ, કુલ્લુ દશેરા દરમિયાન સરવરી નાળાના કિનારે કાટમાળ નાખીને એક કામચલાઉ કાર પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું, જેનો લોકો સતત ઉપયોગ કરતા હતા. તે પાર્કિંગમાં પાણીનું સ્તર વધવાને કારણે વાહનો ડૂબી ગયા. જ્યારે પાણી શેરીઓ અને લોકોના ઘરોમાં ઘૂસી ગયા..
ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
હિમાચલમાં ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી હાઇવે ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે. કુલ્લુ અને મંડી જિલ્લામાં ડઝનબંધ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે. જ્યારે લાહૌલ સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે તેનો દેશના બાકીના ભાગ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.
નારકંડામાં હિમવર્ષાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (હિન્દુસ્તાન-તિબેટ રોડ) બંધ કરવામાં આવ્યો છે, જ્યારે દેહા-ચોપાલ અને ડોદરા-ક્વાર વિસ્તારને જોડતા રસ્તાઓ પણ બંધ છે. 8770 ફૂટની ઊંચાઈ પર આવેલા ખારાપથર ગામમાં પણ થિયોગ-હાટકોટી હાઇવે બંધ છે.