
કુલગામ : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં એક આતંકવાદી માર્યો ગયો છે.
સુરક્ષા દળોને આતંકી છુપાયા હોવાની માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેની બાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જયારે ગોળીબારમાં એક અધિકારી ઘાયલ થયાના અહેવાલ છે. તેમજ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
અથડામણમાં એક આતંકી માર્યો ગયો
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર મળેલી માહિતીના આધારે કુલગામના ગુડુરના જંગલમાં અથડામણ ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. જયારે એક જુનીયર કમિશન અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ સમગ્ર જંગલને ઘેરી લીધું
સુરક્ષાદળોને આતંકી જંગલમાં છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેની બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આતંકીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.
જેના જવાબમાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ સમગ્ર જંગલને ઘેરી લીધું છે.
આ પણ વાંચો…જમ્મુ-શ્રીનગર હાઈવે સંપૂર્ણ રીતે બંધ! વંદે ભારત ટ્રેનમાં પરણવા માટે નીકળ્યાં વરરાજા