ટોપ ન્યૂઝનેશનલ

Kolkata rape and Murder case: ડોક્ટરો રસ્તા પર આપશે OPD સેવાઓ, ફૂટબોલ ક્લબન સમર્થકો વિરોધમાં જોડાયા

નવી દિલ્હી: કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધ (Kolkata Rape and Murder case)માં કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય ભાગોમાં સેંકડો મહિલાઓ રવિવારે રાત્રે પણ રસ્તાઓ પર ઉતરી હતી અને ‘રીક્લેમ ધ નાઈટ’ (Reclaim the night) ઝુંબેશને આગળ ધપાવી હતી. તેમણે પીડિતાને ન્યાયની માંગ કરી હતી.

દિલ્હી એઈમ્સ અને દિલ્હીની અન્ય હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરો 19 ઓગસ્ટથી આરોગ્ય મંત્રાલયની સામેના રોડ પર નિર્માણ ભવનમાં મફત ઓપીડી સેવાઓ પ્રદાન કરશે. ‘રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન’ (RDA) AIIMS એ આની જાહેરાત કરી છે. RDA AIIMS એ કહ્યું છે કે જ્યાં સુધી અમને કેન્દ્રીય સુરક્ષા અધિનિયમ દ્વારા હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષાની ખાતરી ન મળે ત્યાં સુધી રસ્તા પર OPD સેવાઓ પૂરી પાડવામાં આવતી રહેશે.

| Also Read: Kolkata Rape Case New Update: સીબીઆઈએ તૈયાર કરી યાદી, શંકાના દાયરામાં અનેક

ફૂટબોલ ક્લબ ઈસ્ટ બંગાળ અને મોહન બાગાનના સમર્થકો પણ રવિવારે સાંજે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પાસે બળાત્કાર-હત્યા સામે વિરોધ દર્શાવવા એકત્ર થયા હતા. બે અગ્રણી ભારતીય ફૂટબોલ ક્લબ વચ્ચેની ડ્યુરન્ડ કપ મેચ રદ કરવામાં આવી હોવા છતાં, તેમના સમર્થકો સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. બંને ક્લબના સમર્થકોએ એકબીજાના ઝંડા પકડી રાખ્યા હતા. તેઓએ પીડિત પરિવારને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અન્ય મુખ્ય ફૂટબોલ ક્લબ, મોહમ્મડન એસસીના સમર્થકો પણ થોડા સમય પછી વિરોધમાં જોડાયા હતા.

| Also Read: Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ

કોલકાતા બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 20 ઓગસ્ટની કોઝ લિસ્ટ મુજબ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ મંગળવારે આ મામલે સુનાવણી કરશે.

કોલકાતાની ઘટના પર બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, પીડિત ડોક્ટરના માતા-પિતાના નિવેદન બાદ જો મમતા બેનર્જીમાં થોડી પણ નૈતિકતા બાકી હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે માતા-પિતાના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે. મમતા બેનર્જીની સરકારને દીકરીઓને બચાવવામાં કોઈ રસ નથી, તેમની પ્રાથમિકતા બળાત્કારીઓને બચાવવાની, સત્ય બોલનારાઓને દબાવવા અને સત્યને છુપાવવાની છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત