
કોલકાતા: અહીંની મેડિકલ કોલેજની ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના કેસમાં વધુ બે ડોકટર પર ગાળિયો કસ્યો છે, જેમાં આજે બે ડોકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મેડિકલ કાઉન્સિલે ડોકટર બિરૂપાક્ષ વિશ્વાસ અને ડોકટર અભિક ડેને સસ્પેન્ડ કર્યા છે. તેમની સામે દાદાગીરી અને ડોકટર અભિક ડે નવમી ઓગસ્ટના આર જી કાર હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.
72 કલાકમાં જવાબ આપવો પડશે સંદીપ ઘોષને
બીજી બાજુ ડોક્ટરોએ આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર સંદીપ ઘોષનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ અંગે હવે ડૉક્ટર સંદીપ ઘોષે 72 કલાકમાં જવાબ આપવાનો રહેશે. જો યોગ્ય જવાબ નહીં મળે તો સંદીપ ઘોષનું લાઇસન્સ રદ થઈ શકે છે.
ઇડીના 6 જગ્યાએ દરોડા
કોલકાતામાં ઇડીની ટીમે ગાઈકેલાએ વહેલી સવારે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તેમના નજીકના લોકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીની ટીમે કોલકાતામાં 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં મુખ્યત્વે સંદીપ ઘોષ અને તેના સહયોગીઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રસુન ચેટર્જી સામે પણ કાર્યવાહી કરી હતી.
બંગાળ ભાજપનો મોટો આરોપ
બંગાળ ભાજપના વડા સુકાંત મઝુમદારે આ અગાઉ આક્ષેપ કર્યો હતો કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષે સેમિનાર હોલ નજીક, જ્યાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી ત્યાં રિનોવેશનનો આદેશ આપ્યો હતો. તેમણે કથિત રીતે સંદિપ ઘોષની સહી કરેલ રિનોવેશનને પરવાનગી આપતો પત્ર પણ શેર કર્યો હતો. આરજી કર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડિરેક્ટર સંદિપ ઘોષ દ્વારા હસ્તાક્ષર કરાયેલ ઓર્ડર, પીડિતાના મૃત્યુના માત્ર એક દિવસ પછી ૧૦ ઓગસ્ટનો છે.
આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડર કેસની તપાસમાં EDની એન્ટ્રી, આરોપી સંદીપ ઘોષના ઘર પર દરોડા
ગુનાના સ્થળ સાથે ચેડાં કરવાનો આરોપ
ગુનાનાસ્થળ સાથે ચેડા કરવાના સાથીદારો અને વિરોધીઓના આક્ષેપો છતાં, પોલીસ કમિશનરે તેનો ઇનકાર કર્યો હતો. સંદિપ ઘોષ દ્વારા કોલકાતાના પીડબલ્યુડીના અનેક વિભાગોના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને લખવામાં આવેલા મેમોમાં કહેવાયું છે કે હોસ્પિટલના સત્તાવાળાઓ સંલગ્ન શૌચાલયોનું સમારકામ કરવા માગે છે. નવીનીકરણ કાર્ય પ્રકાશમાં આવ્યા પછી, ભાજપના નેતૃત્વ હેઠળના વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ગુનાના સ્થળે પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હત્યા બાદ સંદિપ ઘોષની ભૂમિકા શંકા હેઠળ આવી હતી જ્યારે પીડિતાના પરિવારે ખુલાસો કર્યો હતો કે હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમને જણાવ્યું હતું કે તેમની પુત્રીનું મૃત્યુ આત્મહત્યા કરવાથી થયું હતું. તેમની પુત્રીના મૃતદેહને જોવા માટે તેઓએ ત્રણ કલાકથી વધુ રાહ જોવી પડી હતી.
સુપ્રીમ કોર્ટના રાજ્ય સરકારને સવાલ
સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને હત્યા સાથે સંકળાયેલી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં વિલંબ અંગે પણ સવાલ કર્યો હતો. સંદિપ ઘોષની સીબીઆઈ દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં શબ વેચવા સહિતની કથિત નાણાકીય ગેરરીતિઓના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં સંજય રોયની ધરપકડ કરી હતી.