કોલકાત્તા રેપ કેસઃ ફસાવવામાં આવ્યો છેઃ સંજય રૉયે જજને કરી આજીજી

કોલકાત્તાઃ આર જી કર હૉસ્પિટલમાં થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત સાબિત થયેલા સંજય રૉયે ફરી પોતે નિર્દોષ હોવાનુ્ રટણ કર્યું હતું. આ કેસમાં સંજયને સજાની સુનાવણી થોડીવારમાં કરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે તેને પોતાનો પક્ષ રખવા કહ્યું ત્યારે તેમે ફરી એમ જ કહ્યું કે તેણે બળાત્કાર કે હત્યા કંઈ જ કર્યું નથી. તેને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને તેના પર ગમે તે પેપર પર બળજબરીપૂર્વક સાઈન કરાવવામાં આવી રહી છે.
Also read: કોલકાતા કેસમાં સીબીઆઈ ભાજપના આક્ષેપોને સાચા સાબિત ના કરી શકી
અગાઉની સુનાવણીમાં કોર્ટે તેને કલમ 64,66 અને 103 (1) હેઠળ દોષી જાહેર કર્યો હતો અને તેની સજાની સુનાવણી આજ પર મુલતવી રાખી હતી. પીડિતાના વકીલે સંજયન સખત સજાની માગણી કરી હતી. કોલકાતામાં બનેલી આ કંપાવનારી ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં પણ મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે. આ કેસ સુનાવણીની અપડેટ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે.