Kolkata Rape Case : સીબીઆઈ આરોપી સંજય રોયને ફાંસીની સજા અપાવવા હાઇકોર્ટ પહોંચી

કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ(Kolkata Rape Case)કોલેજમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસના આરોપીને નીચલી અદાલતે આપેલી આજીવન કેદની સજાને સીબીઆઇએ હાઇકોર્ટમાં પડકારી છે. સીબીઆઈએ આરોપી સંજય રોયને ફાંસીની સજા અપાવવા હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો: RG Kar Hospital Rape Case: કોલકાતાના ‘દુષ્કર્મી’ સંજય રોયને આજીવન કેદની સજા
પીડિત પરિવારને 17 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ
આરજી કર મેડિકલ કોલેજ રેપ અને હત્યા કેસમાં કોલકાતાની સિયાલદાહ કોર્ટે શનિવારે આરોપી સંજય રોયને દોષિત ઠેરવી અને સોમવારે આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું હતું કે દોષિત સંજય રોયને તેના મૃત્યુ સુધી જેલમાં રહેવું પડશે. આ ઉપરાંત તેના પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ન્યાયાધીશે રાજ્ય સરકારને પીડિત પરિવારને વળતર તરીકે 17 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
આ પણ વાંચો: RG kar Hospital case: સંજય રોયની માતાએ ચુકાદો આવ્યા બાદ કર્યું કંઈક એવું કે…
160 પાનાનો ચુકાદો આપ્યો હતો
જોકે, પીડિતાના પરિવારે આ રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ ચુકાદો સંભળાવતા પૂર્વે કોર્ટે આરોપી સંજય, સીબીઆઈ અને પીડિત પરિવારની દલીલો સાંભળી હતી. આ કેસમાં કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત ઠેરવ્યો હતો. જ્યારે ઘટનાના 164 મા દિવસે સજા અંગે 160 પાનાનો ચુકાદો આપ્યો હતો. સીબીઆઈ અને પીડિતાના પરિવારે મૃત્યુદંડની માંગ કરી હતી. સંજયના પરિવારે કહ્યું – ભલે તેને ફાંસી આપવામાં આવે. અમે નિર્ણય સામે અપીલ કરીશું નહીં. સંજયની માતાએ કહ્યું કે હું તે છોકરીના માતા-પિતાનું દુઃખ સમજું છું મારે પણ દીકરીઓ છે.