નેશનલ

કોલકાતાના મેયર અને ટીએમસીના ધારાસભ્યને ત્યાં સીબીઆઈ ત્રાટકી

કોલકાતા/નવી દિલ્હી: પશ્ર્ચિમ બંગાળમાં સીબીઆઇએ રવિવારે નગરપાલિકા ભરતી કૌભાંડ તપાસના સંદર્ભમાં વરિષ્ઠ મંત્રી ફિરહાદ હકીમ અને ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાના નિવાસસ્થાન સહિત ૧૨ સ્થળે દરોડા પાડ્યા હતા.

શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતોના મંત્રી હકીમ કલકતાના મેયર પણ છે. તેઓ ટીએમસીના વરિષ્ઠ નેતા છે અને પાર્ટી સંગઠનમાં ભારે દબદબો ધરાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇ અધિકારીઓની એક ટીમ કેન્દ્રીય દળોની મોટી ટુકડી સાથે દક્ષિણ કલકતાના ચેતલા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને સીબીઆઇના અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી. સીબીઆઇનું સર્ચ ઓપરેશન શરૂ થતા હકીમના સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. આ બાજુ સીબીઆઇની અન્ય એક ટુકડીએ ભૂતપૂર્વ મંત્રી અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના કમરહાટીના ધારાસભ્ય મિત્રાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કર્યું હતું. જે ચેતલામાં હકીમના નિવાસસ્થાનથી લગભગ ૩ કિ.મી. દૂર ભવાનીપુર વિસ્તારમાં આવેલું છે. સીબીઆઇના પ્રવક્તાના જણાવ્યા મુજબ સીબીઆઇએ કલકતા, કાંચરાપારા, બેરકપોર, હલીશહર, દમદમ, ઉત્તર દમદમ, કૃષ્ણનગર, તાકી, કમરહાટી, ચેતલા, ભોવાનીપોર સહિતના ૧૨ સ્થળે દરોડા પડ્યા હતા. જેમાં પબ્લિક સર્વન્ટ સહિત અમુક ચોક્કસ વ્યક્તિઓના ઘરનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓપરેશનમાં હકીમ અને મિત્રાના બે-બે સ્થળોએ શોધખોળ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ