નેશનલ

કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમેરાશે આ અનોખું આકર્ષણ

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું વિશેષ મહત્વ છે. પરંતુ આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ અંદાજના જોવા મળશે. જેમાં ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધા રમણ દાસે જણાવ્યું હતું કે આ વખતે ભગવાન જગન્નાથનો રથ ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઇટર જેટના ટાયર પર ચલાવવામાં આવશે.

બોઇંગ 747 ના જૂના ટાયર ઉપલબ્ધ નથી

ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધા રમણ દાસે જણાવ્યું હતું કે છેલ્લા 48 વર્ષથી ભગવાન જગન્નાથના રથમાં બોઇંગ 747 ના જૂના ટાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ 2025 માં અમે જોયું કે તે ટાયરોની સ્થિતિ હવે સારી નથી. આ પછી અમને ખબર પડી કે બોઇંગ 747 ના જૂના ટાયર ઉપલબ્ધ નથી. તેથી અમે તેના રિપ્લેસમેન્ટ શોધવાનું શરૂ કર્યું.

ખોઈ જેટના ટાયર શા માટે જોઈએ છે

તેમણે કહ્યું, વર્ષ 2018 માં અમને ખબર પડી કે સુખોઈ ફાઇટર જેટના ટાયર બોઇંગ 747 જેવા જ છે. તેથી અમે કંપની એમઆરએફનો સંપર્ક કર્યો. છેવટે આ વર્ષે 2025 માં એમઆરએફ કંપનીએ અમને પત્ર લખ્યો. પરંતુ તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું કે અમને સુખોઈ જેટના ટાયર શા માટે જોઈએ છે. અમે તેમને કહ્યું કે અમને ભગવાન જગન્નાથના રથ માટે ટાયરોની જરૂર છે.

કંપનીએ પુષ્ટિ કરવા માટે એક વરિષ્ઠ અધિકારીને મોકલ્યો

તેની બાદ કંપનીએ અમારા દાવાઓની પુષ્ટિ કરવા માટે એક વરિષ્ઠ જનરલ મેનેજરને મોકલ્યા હતા. તેની બાદ અધિકારી પોતે ન્યુ ટાઉન આવ્યા અને જોયું કે રથમાં ખરેખર બોઇંગ 747 ટાયર હતા. જેનું ઉત્પાદન હવે બંધ કરી દેવામાં આવ્યું છે. આ પછી કંપની અમને નવા સુખોઈ ટાયર આપવા સંમત થઈ.

કંપનીએ ભગવાન જગન્નાથના રથ માટે નવા સુખોઈ ટાયર ઉપલબ્ધ કરાવ્યા

ઇસ્કોન કોલકાતા ઉપપ્રમુખે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ દરમિયાન સુખોઈ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કંપનીએ અમને ભગવાન જગન્નાથના રથમાં જે ટાયર લગાવ્યા હતા તે જ ટાયર આપ્યા હતા.

તેમણે કહ્યું, અમે ગઈકાલે રાત્રે કોલકાતાના રસ્તાઓ પર 24 કિલોમીટરનો ટ્રાયલ રન પણ કર્યો હતો. અમે અગાઉ નક્કી કર્યું ન હતું કે રથમાં કયા ટાયરનો ઉપયોગ કરીશું. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં કદાચ ભગવાન જગન્નાથ સંદેશ આપી રહ્યા છે કે શાંતિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button