પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજા પૂર્વે ભારે વરસાદ, ચાર લોકોના મોત
Top Newsનેશનલ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજા પૂર્વે ભારે વરસાદ, ચાર લોકોના મોત

કોલકાતા : દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પૂર્વે કોલકાતામાં ભારે વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ વરસાદના લીધે ચાર લોકોના મોત થયા છે.

ઉપનગરીલ રેલવે અને મેટ્રો સેવા પણ ખોરવાઈ

આ ઉપરાંત ઈએમ બાયપાસ સાયન્સ સીટીથી પાર્ક સર્કસ જતો રોડ કોલકાતા શહેરનો મુખ્ય માર્ગ છે. આ સમગ્ર રોડ પર પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ જાહેર પરિવહન સેવા પણ બંધ છે. જેના લીધે પણ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદના લીધે ઉપનગરીલ રેલવે અને મેટ્રો સેવા પણ ખોરવાઈ છે.

કોલકાતા શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. તેમજ વરસાદની આગાહીના પગલે અનેક સ્કૂલોના લીધે બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. તેમજ શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમા ઘરમાં પાણી ભરાયા છે. તેમજ સંપતિને નુકસાન થયું છે.

શહેરમાં વધુ વરસાદની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર બનેલા ઓછા દબાણના ક્ષેત્રને કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે.

એરપોર્ટ ઓથોરીટીએ એડવાઈઝરી જાહેર કરી

કોલકાતામાં એરપોર્ટ ઓથોરીટીએ ભારે વરસાદના પગલે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યાત્રીઓને શિડયુલ ચેક કર્યા બાદ એરપોર્ટ પહોંચવા જણાવ્યું છે. જેની માટે વેબસાઈટ અથવા એપ પર માહિતી મેળવવામાં પણ અપીલ કરવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button