કોલકાતામાં ડોક્ટર બળાત્કાર-હત્યા કેસઃ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા…
કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, પીડિતાનું પોસ્ટમોર્ટમ હત્યાના ૧૨ કલાક પછી સાંજે ૬:૧૦ વાગ્યે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પીડિતાનું મોત ગળું દબાવવા અને ગૂંગળામણને કારણે થયું હતું.
ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે પીડિતા પર બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીના શરીર પર પાંચ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજ મુજબ, આરોપી ૯ ઓગસ્ટના રોજ સવારે ૪:૦૩ વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશ્યો હતો અને ૪:૩૨ વાગ્યે બહાર આવ્યો હતો.
પીડિતાનું લોહી રોયના જીન્સ અને શૂઝ પર જોવા મળ્યું હતું. ગુનાના સ્થળે મળેલા તેના વાળ અને બ્લુ ટૂથ ઈયર પીસ તેના મોબાઈલ ફોન સાથે લિંક કરવામાં આવ્યા હતા. લાળ/વીર્ય/ વાળ/ડીએનએ તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોય જ આરોપી છે.
તાજેતરમાં આરજીકર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કિસ્સામાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. પહેલી ચાર્જશીટમાં આરોપી સંજય રોયના સામે કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં દુષ્કમ અને હત્યાના કેસમાં ફાઈલ કરી હતી, જેમાં 200થી વધુ પેજમાં 200 લોકોના નિવેદનનો સમાવેશ થાય છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ દુષ્કર્મ અને હત્યાના કિસ્સામાં ગેંગરેપ થયો નથી.
આ અગાઉ કેસની તપાસ સીબાઈને સોંપવામાં આવી હતી, ત્યારે અનેક પ્રકારના મુદ્દા પ્રકાશમાં આવ્યા હતા, જ્યારે અનેક નેતાઓએ ગેંગરેપ થયો હોવાના આરોપો કર્યા હતા. તેમને બચાવવા માટે હોસ્પિટલ પ્રશાસન જુઠ્ઠુ બોલવા અને સંજય રોય એકલા નહીં હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરજી કર હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ વખતે આરોપીએ દુષ્કર્મ કર્યું હતું. આરોપી સંજય રોય પશ્ચિમ બંગાળ પોલીસમાં વોલેન્ટિયર હતો, જ્યારે હોસ્પિટલમાં રહેતો હતો.