ગાંધી કુટુંબ અને રાયબરેલીઃ દાયકાઓનું જોડાણ રાહુલ સાચવી શકશે?
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેવા સમયે રાહુલ ગાંધીએ પરંપરાગત અમેઠી બેઠક ગુમાવ્યા બાદ રાયબરેલી બેઠકને સાચવી શકશે કે નહિ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. રાયબરેલીમાં ચૂંટણીના બદલાતા સમીકરણો વચ્ચે ગાંધી પરિવાર ભાવનાત્મક રીતે જોડાયેલો છે. આ બેઠક પરથી ગાંધી પરિવાર 38 વર્ષથી પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તર પ્રદેશના રાજકીય વારસા રાયબરેલીને ફિરોઝ ગાંધી કોલેજનું કેમ્પસ નિહાળી રહ્યું છે. દાયકાઓથી રાયબરેલીને કોંગ્રેસનો પર્યાય માનવામાં આવે છે.
તેનાથી માત્ર 100 મીટર દૂર ગોપાલ સરસ્વતી વિદ્યા મંદિર જે ભારતીય જનતા પાર્ટીની થિંક ટેંક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાજરી દર્શાવે છે. રતાપુર રોડ પર આવેલ અટલ ભવન આ વિસ્તારમાં ભાજપના વધતા પ્રભાવ અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના ગઢમાં પ્રવેશના પ્રતીક સમાન છે.
કોંગ્રેસને વધુ દોષ આપી શકાય નહિ
પરંતુ બદલાતા ચૂંટણી સમીકરણો છતાં ગાંધી પરિવારનું આ વિસ્તાર સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ રહ્યું છે. આ અંગે એક વેબસાઈટને માહિતી આપતા ફિરોઝ ગાંધી એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર હેમંત રાઠોડે કહ્યું કે આ વિસ્તારમાં જે પણ વિકાસ થયો છે તેનો શ્રેય ગાંધી પરિવારને જાય છે. જેમાં અમારી પાસે AIIMS, રેલ કોચ ફેક્ટરી, ITI,એન્જિનિયરિંગ કૉલેજ, NIFT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ રિસર્ચ છે. અને સાચું કહું તો, વર્તમાન સરકાર 10 વર્ષ સુધી કામ કર્યા પછી કોંગ્રેસને વધુ દોષ આપી શકે નહીં”
અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યાઓ વધી
જ્યારે આ અંગે અંશુ તિવારીએ જણાવ્યું કે એવા વિસ્તારમાં જ્યાં મોટા ભાગના શિક્ષિત લોકો સારી નોકરી માટે નોઈડા, દિલ્હી અને પંજાબ જાય છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યાઓ વધી છે. દરેક વ્યક્તિ સારી નોકરીઓ માટે અંગ્રેજી શીખવા માંગે છે.પશ્ચિમ ઉત્તર પ્રદેશની સરખામણીમાં અહીં માથાદીઠ જમીન લોકો પાસે ઓછી છે. જેના કારણે યુવાનોને અન્યત્ર નોકરી શોધવાની ફરજ પડે છે. તેમ છતાં કોંગ્રેસના સમર્થકો ગાંધી પરિવારને લીધે જિલ્લામાં આવેલા પ્રોજેક્ટની ગણતરી કરી રહ્યા છે.
લોકો અહીં ગાંધી પરિવારની સાથે રહેવા માંગે છે
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પંકજ તિવારીએ કહ્યું કે લોકો અહીં ગાંધી પરિવારની સાથે રહેવા માંગે છે. આ સંબંધ ઊંડો છે અને તે માત્ર ભાવનાત્મક નથી. લોકો ગાંધી પરિવારને તેમણે કરેલા વિકાસ માટે સાથે રહેવા માંગે છે .તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને રાયબરેલીથી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવા માટે નામ આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની બની : ભાજપ
જ્યારે બીજી તરફ અટલ ભવનમાં, ભાજપના રાયબરેલીના પ્રભારી બિરેન્દ્ર ગૌતમે દાવો કર્યો કે કોંગ્રેસ “પ્રાઈવેટ લિમિટેડ કંપની” બની ગઈ છે. “અમે આઠ મહિનાથી બૂથ સ્તરે કામ કરી રહ્યા છીએ. અમે બૂથ સ્તરે લાભાર્થીઓ માટે અભિયાન ચલાવ્યું. અમારી બૂથ-સ્તરની ટીમો સાથે ઓછામાં ઓછી ચાર બેઠકો યોજાઈ છે. અમે છેલ્લા આઠ મહિનાથી મહિલાઓ અને યુવાનો માટે એક વિશેષ અભિયાન, ‘દલિત બસ્તી સંપર્ક અભિયાન’ નામનું સાંસ્કૃતિક અભિયાન કર્યું છે. 2014માં અમે સરકાર બનાવી ત્યારથી અમારી પાસે ઘણું બોલવાનું છે.”
જ્યારે ભાજપ નેતા પુષ્પેન સિંહે દલીલ કરી હતી કે “રાયબરેલીમાં પાર્ટીએ 173000 મત મેળવ્યા હતા ત્યારથી તેઓ 2014 થી સતત આગળ વધી રહ્યા છે. વર્ષ 2019 માં અમને 367000 મત મળ્યા. પરિસ્થિતિ બદલાઈ રહી છે. 2019 અને 2024ની વચ્ચે સોનિયા ગાંધી પણ અહીં આવ્યા ન હતા. અગાઉ કોંગ્રેસ પાસે વિધાન પરિષદ અને જિલ્લા પરિષદના સભ્યો હતા. હવે તેઓએ બધું ગુમાવી દીધું છે.”
ગાંધી પરિવાર 1952થી રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરે છે
ગાંધી પરિવાર 1952થી રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીએ 1952 અને 1957માં આ બેઠક જીતી હતી. તેમના દાદી ઈન્દિરા ગાંધી 1967 અને 1977 વચ્ચે રાયબરેલીના સાંસદ હતા. તેઓ 1980માં સંસદમાં પાછા ફર્યા હતા. કટોકટી પછીની 1977ની ચૂંટણીમાં હાર થઈ. ત્યારે ઈન્દિરા ગાંધીએ આંધ્ર પ્રદેશમાં એક બેઠકનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું. સોનિયા ગાંધી 2004થી રાયબરેલીના સાંસદ રહ્યા છે.