જાણો આ છે દેશના સૌથી ગરીબ “નેતાજી”…..
નવી દિલ્હી : આપણે ત્યાં નેતાઓની વાત આવે અમીરીનો ખ્યાલ દિમાગમાં આવે. દેશના મોટાભાગના નેતાઓ લાખો અને કરોડોની સંપતિનાં માલીક છે. દેશના અમુક જ નેતાઓ સામાન્ય માનવી જેવું જીવન જીવતા જોવા મળે છે. આપણા દેશમાં નેતાની ઓળખ આલીશાન મકાન, કાર અને પ્રોપર્ટી વગેરેથી કરવામાં આવે છે. આપણે ત્યાં નેતાઓની ધન, દોલત અને સંપતિની વાતો થતી જોવા મળે છે, પરંતુ આપણે ત્યાં એવા નેતાઓની ખુબ ઓછી વાતો થાય છે કે જેઓ ખુબ સામાન્ય જીવન જીવે છે.
એક ન્યુઝ પોર્ટલનાં રીપોર્ટ અનુસાર, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)નાં 2023ના વર્ષે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 28 રાજ્ય અને 2 કેન્દ્રશાષિત પ્રદેશના ૪૦૦૧ ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય ધારાસભ્યોની સંપત્તિ પર એક રીપોર્ટ બનાવવામાં આવ્યો હતો. આપણે અહી દેશના 5 ગરીબ વિધાનસભ્યોની વાત કરવાના છીએ.
તમે જાણીને હેરાન થઇ જશો કે દેશના એક વિધાયક એવા પણ છે કે જેની સંપતિ માત્ર 1700રૂપિયા છે. જી હા, ભાજપના એક વિધાનસભ્ય નિર્મલ કુમાર ધારા પાસે માત્ર 1700રૂપિયાની સંપતિ છે.
બીજા નંબર પર ઓડીશાનાં અપક્ષ ઉમેદવાર મકરંદ મુદુલી છે. જેની પાસે ફક્ત 15000 રૂપિયા છે.
પંજાબનાં આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય નરીંદરપાલ સિંહ પાસે કુલ 18370 રૂપિયા છે.
અન્ય એક આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય નરીંદર કૌર ભરાજ પાસે કુલ 24409 રૂપિયા છે.
તો JMMનાં વિધાનસભ્ય મંગલ કાલિંદીની કુલ સંપતિ 30000ની છે.
ADRનાં રીપોર્ટ અનુસાર રામ કુમાર યાદવ, અનીલ કુમાર, અનીલ પ્રધાન, રામ ડોંગરે અને વિનોદ ભીવા નિકોલે આ વિધાનસભ્યોનો પણ સમાવેશ થાય છે.