પિતાની જેમ દીકરો પણ કરોડપતિ, જાણો બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણની સંપત્તિ
ભારતીય જનતા પાર્ટીએ ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું પત્તુ કાપીને કૈસરગંજ લોકસભા સીટ પરથી તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમનો પરિવાર કૈસરગંજ અને તેની આસપાસની ઘણી લોકસભા બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક પર 20 મેના રોજ મતદાન થવાનું છે. હવે કરણ ભૂષણ સિંહ પોતાની પ્રોપર્ટીને લઇને વિવાદમાં આવ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહની જેમ તેમના પુત્ર કરણ ભૂષણ સિંહ પાસે પણ અપાર સંપત્તિ છે.
કરણ ભૂષણ સિંહ બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના સૌથી નાના પુત્ર છે. ચૂંટણી એફિડેવિટમાં કરણ ભૂષણ સિંહે પોતાની કુલ સંપત્તિની વિગતો આપી છે. તેમની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા છે, જેમાં 4 કરોડ 37 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ અને 43 કરોડ 71 લાખની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. તેમના માથે 22 કરોડ 66 લાખ રૂપિયાની બેંક લોન છે. તેમની પત્ની નેહા સિંહ પર પણ 27 લાખ 46 હજાર રૂપિયાની બેંક લોન છે. કરણ ભૂષણ સિંહ પાસે 6 મોંઘી કાર અને 3 હથિયાર છે. તેમની પાસે 22 એકર જમીન છે. આ ઉપરાંત તેમની પાસે એક હૈબા અને ત્રણ જેસીબી મશીન છે. તેમની પાસે 50 ગ્રામ અને તેમની પત્નીની પાસે 200 ગ્રામ સોનુ છે.
નોંધનીય છે કે મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતિય શેષણના આરોપ લગાવ્યા હતા, જેને કારણે લોકસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ ણળે તે અંગે શંકા જ હતી. ભાજપે તેમના બદલે તેમના પુત્રને ટિકિટ આપી છે.