જાણી લો….મે મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે
મે મહિનાને હવે માત્ર થોડા દિવસો બાકી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર, મે 2024માં બેંકો 12 દિવસ બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીને કારણે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. મે મહિનામાં રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ, નઝરુલ જયંતિ, અક્ષય તૃતીયા જેવા ઘણા તહેવારો છે જેના કારણે બેંકોનું કામકાજ બંધ રહેશે. તમામ રાજ્યોમાં બેંકો એક સાથે બંધ નહીં થાય. રજાઓ દરમિયાન ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે. આપણે મે મહિનાના બેંક હોલિ-ડેની યાદી જોઇએ.
1 મે: મહારાષ્ટ્ર દિવસ/ અન્ટરનેશનલ લેબર ડે (બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ – આંધ્રપ્રદેશ, હૈદરાબાદ – તેલંગાણા, ઈમ્ફાલ, કોચી, કોલકાતા, મુંબઈ, નાગપુર, પણજી, પટના અને તિરુવનંતપુરમમાં બેંકો મહારાષ્ટ્ર દિવસ/મે દિવસની રજાના કારણે બંધ રહેશે.)
5 મે: રવિવાર હોવાથી તમામ બેંકો બંધ રહેશે.
8 મે: રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિના અવસર પર કોલકાતાની તમામ બેંકો બંધ રહેશે.
10 મે: બસવ જયંતિ/અક્ષય તૃતીયાના અવસરે બેંગલુરુની તમામ બેંકોમાં રજા રહેશે.
11 મે: બીજો શનિવાર 11મી મેના રોજ બીજા શનિવારના દિવસે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
12 મે: રવિવાર હોવાથી તમામ બેંકો બંધ રહેશે.
16 મે: રાજ્ય દિવસ ગંગટોકમાં તમામ બેંકો 16 મેના રોજ રાજ્ય દિવસની રજાના કારણે બંધ રહેશે.
19 મે: રવિવાર હોવાથી તમામ બેંકો બંધ રહેશે.
20 મે: લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની રજા (એપ્રિલ અને જૂન વચ્ચે યોજાનારી લોકસભાની ચૂંટણી 2024 માટે બેલાપુર અને મુંબઈમાં તમામ બેંકો 20 મેના રોજ બંધ રહેશે.)
23 મે: બુદ્ધ પૂર્ણિમા. આ દિવસે અગરતલા, આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, ઈટાનગર, જમ્મુ, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર રાજ્યોની તમામ બેંકો બુદ્ધ પૂર્ણિમાના અવસર પર બંધ રહેશે.
25 મેઃ મે મહિનાનો ચોથો શનિવાર હોવાથી સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
26 મેઃ રવિવાર હોવાથી તમામ બેંકો બંધ રહેશે.