જાણો .. Bihar માં નદી કે નહેર વિના ખેતરમાં બનેલા પુલનું રહસ્ય, સરકારે કરી આ સ્પષ્ટતા

પટના : બિહારના(Bihar)અરરિયામાં નદી અને નહેર વગરના પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આ પુલ ખેતરની વચ્ચે કેમ બનાવવામાં આવ્યો છે જ્યારે તેને જોડતો રસ્તો નથી કે તેની નીચે નદી કે નહેર નથી. હવે બિહાર સરકારે આ બ્રિજ અંગે સ્પષ્ટતા કરી છે.
આસપાસના વિસ્તારમાં કામ અટકી ગયું છે
બિહાર સરકારના ગ્રામીણ બાંધકામ વિભાગ (RWD)ના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર સિંહે જણાવ્યું કે જે પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અરરિયા જિલ્લાના રાનીગંજ બ્લોકમાં દુલારદેઈ નદી પર બનાવવામાં આવ્યો છે.
આ વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ ફોટો ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે નદી સુકાઈ ગઈ હતી. અમારી પાસે પુલના તાજા ફોટા છે. જે 3.2 કિમી લાંબા રોડ પ્રોજેક્ટનો ભાગ છે. પ્રોજેક્ટનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે.જ્યારે આસપાસના વિસ્તારમાં કામ અટકી ગયું છે.
રાનીગંજ બ્લોકના સર્કલ ઓફિસરને પત્ર લખ્યો છે
આરડબ્લ્યુડીના અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ સ્થળ પર કામ ખોરવ્યું હતું અને દાવો કર્યો હતો કે તે તેમની ખાનગી જમીન છે અને સરકારી જમીન નથી. આ વિવાદના ઉકેલ માટે વિભાગે રાનીગંજ બ્લોકના સર્કલ ઓફિસરને પત્ર લખ્યો છે.
કામ શરૂ થયું ત્યારે કોઈ વાંધો નહોતો: અધિકારી
અરરિયાના ફોર્બ્સગંજ વિભાગના અન્ય આરડબ્લ્યુડી અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે 27 એપ્રિલ, 2023ના રોજ પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારે જમીનની માલિકીનો દાવો કરવા માટે કોઈ આવ્યું ન હતું, પરંતુ જ્યારે અધિકારીઓએ બાંધેલા કલ્વર્ટને ગામના રસ્તાઓ સાથે જોડવાનું શરૂ કર્યું, ત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો જમીનના રેવન્યુ રેકોર્ડની ચકાસણી કર્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું.
શું કહે છે ગ્રામજનો?
ગ્રામજનોનું કહેવું છે કે જે જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં દુલરદેઈ નામની મૃત નદી છે. જે માત્ર વરસાદના મહિનાઓમાં જ લોકો માટે સમસ્યા બની જાય છે અને અન્ય ઋતુઓમાં તે ત્યાં સુકાઈ જાય છે. ગ્રામજનો સાથે સંપર્ક જાળવવા માટે, તેના પર એક પુલ બનાવવામાં આવ્યો હતો.
ફક્ત વરસાદ બાદ જ પાણી આવે છે.
જેમાં ફક્ત વરસાદ બાદ જ પાણી આવે છે. તેમનું કહેવું છે કે હવે માત્ર ખાનગી જમીન છે. જેને પ્લાન પાસ કરતા પહેલા ધ્યાનમાં લેવામાં આવી ન હતી. ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી પૈસાની ઉચાપત કરવાના ઈરાદે આ કામ કરવામાં આવ્યું હતું.