નેશનલ

મન કી બાતના 113મા એપિસોડમાં શું બોલ્યા પીએમ મોદી, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો 113મો એપિસોડ આજે પ્રસારિત થયો હતો. આ પહેલા પીએમ મોદીએ 28 જુલાઈના રોજ 112માં મની કી બાત એપિસોડને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સૌથી પહેલા ‘નેશનલ સ્પેસ ડે’ વિશે ચર્ચા કરી હતી. તેમણે એવા યુવાનો સાથે પણ કરી હતી, જેઓ આઇઆઇટી મદ્રાસમાં અભ્યાસ કરે છે અને ‘ગેલેક્સ આઇ’ નામનું સ્ટાર્ટ અપ ચલાવી રહ્યા છે. તેમણે દેશના યુવાનોમાં રાજકારણ પ્રત્યે વધતી જાગૃતિ અને આસામના ગામડાઓમાં પ્રાણીઓ પ્રત્યે વધતા પ્રેમ વિશે પણ વાત કરી હતી. તેમણે અરૂણાચલ પ્રદેશના યુવાનો દ્વારા ખાસ 3ડી પેઇન્ટિંગ દ્વારા પાર્કની સુંદરતા વધારવા અને મધ્ય પ્રદેશના ઝાબુઆ સ્વચ્છતા કાર્યકરો દ્વારા નકામા સામગ્રીના પુનઃઉપયોગ વિશે પણ વાત કરી હતી.

‘મન કી બાત’ના 113મા એપિસોડમાં વડાપ્રધાન મોદીએ આસામના તિનસુકિયા જિલ્લાના એક નાનકડા ગામ બરેકુરીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં મોરાન સમુદાયના લોકો રહે છે. આ ગામમાં ‘હૂલોક ગિબન્સ’ રહે છે, જેને અહીં ‘હોલો મંકી’ કહેવામાં આવે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ગામના લોકોનો હૂલોક ગિબન્સ’ સાથે ઉંડો સંબંધ છે. ગામના લોકો આજે પણ પરંપરાગત મૂલ્યોનું પાલન કરે છે. તેમને જ્યારે ખબર પડી કે ‘હૂલોક ગિબન્સ’ને કેળા બહુ ભાવે છે તો તેમણે કેળાની ખેતી પણ શરૂ કરી દીધી છે. તેમણે ગિબન્સ સાથેના સંબંધો મજબૂત બનાવવાના બધા પ્રયત્નો કર્યા છે.

તેમણે ‘મન કી બાત’માં ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વખતે દરેક દેશવાસીઓએ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્વતંત્રતા દિવસના અવસર પર આપણા ધ્વજના ત્રણ રંગો દેશના ખૂણે-ખૂણે જમીન, પાણી અને આકાશમાં દરેક જગ્યાએ જોવા મળ્યા. લોકોના ઘર, શાળા, કૉલેજ, દુકાનો અને ઑફિસોમાં ત્રિરંગો જોવા મળ્યો.આ અભિયાને સમગ્ર દેશને એક સાથે જોડી દીધો અને આ છે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’.

આ પણ વાંચો : શું યુક્રેનના રાષ્ટ્રપતિ PM Modiનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકારશે, ઝેલેન્સકી આપ્યો આ જવાબ

અરૂણાચલ પ્રદેશના યુવાનો જંગલી પ્રાણીઓને તેમના શિંગડા અને દાંત માટે શિકાર થતા બચાવવા 3-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, એ વાત જણાવી પીએમ મોદીએ અરૂણાચલ પ્રદેશના યુવાનોના પ્રાણી પ્રેમને બિરદાવ્યો હતો.

મધ્ય પ્રદેશના ઝાબુઆમાં સફાઇ કામદાર લોકોએ ‘વેસ્ટ ટુ વેલ્થ’નો સંદેશો સાકાર કર્યો છે અને અહીંના એક પાર્કમાં કચરામાંથી અદભૂત કલાકૃતિઓ બનાવી છે, એ જણાવતા પીએમ મોદીએ સફાઇ કામદારના પ્રયાસોની સરાહના કરી હતી.
દેશમાં બાળકોના પોષણ વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકોને બાળકોના પોષણ માટે જાગૃત કરવા પોષણ મેળો, એનિમિયા કેમ્પ, નવજાત શિશુઓની હોમ વિઝિટ, સેમિનાર, વેબિનાર યોજવામાં આવે છે. ઘણી જગ્યાએ માતા અને બાળકોની સમિતિ પણ સ્થાપવામાં આવી છે, જેના દ્વારા બાળકોના સમગ્ર અને સંતુલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

નોંધનીય છે કે કાર્યક્રમ ‘મન કી બાત’ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. તેમાં ચાઈનીઝ, તિબેટીયન, ફ્રેન્ચ, ઈન્ડોનેશિયન, બર્મીઝ, બલોચી, અરબી, ફારસી, પશ્તો, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે. ‘મન કી બાત’ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો દ્વારા પ્રસારિત થાય છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…