નેશનલસ્પેશિયલ ફિચર્સ

હેં, તમે જાણો છો કે ભારતમાં એક-બે નહીં આટલા Switzerland આવેલા છે?

આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમનું સ્વિટર્ઝલેન્ડ ફરવાનું સપનું હશે, પરંતુ ક્યારેય બજેટ તો ક્યારેક રજાઓના અભાવને કારણે પ્લાન સક્સેસફૂલ નહીં થઈ શકતો હોય. વાત કરીએ ફોરેન ટૂરમાં આવતા પડકારો વિશે તો બજેટ એ સૌથી મોટો અવરોધ હોય છે. પરંતુ જો તમને કોઈ કહે છે સ્વિટર્ઝલેન્ડ જેવી મજા તમને ભારતમાં જ આવી જાય તો વાત માનવામાં આવે ખરી? આ હકીકત છે, ચાલો આજે તમને ભારતમાં જ વસેલાં મિની સ્વિટર્ઝેલેન્ડ તરીકે ઓળખાતા કેટલાક ડેસ્ટિનેશન વિશે જણાવીશું-

આ પણ વાંચો: ના વિઝાની કટકટ, ના બજેટનું ટેન્શન… રૂ. 50,000 હજારમાં 14 દિવસ ફરી શકશો આ દેશમાં…

ખજ્જિયારઃ આ યાદીમાં સૌથી પહેલો નંબર આવે છે હિમાચલ પ્રદેશમાં આવેલા ખજ્જિયારનો. હિમાચલ પ્રદેશમાં આવેલી આ જગ્યાને મિની સ્વિટર્ઝલેન્ડ તરીકે ઓળખાય છે. જો તમે શાંતિ અને પ્રાકૃતિક સુંદરતાનો આસ્વાદ માણવાની ઈચ્છા હોય તો આ સ્થળની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. કપલ્સ અને હનીમૂન પર જનારાઓ માટે પણ આ બેસ્ટ પ્લેસ છે.

ઔલીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું ઔલી પણ ટુરિસ્ટમાં મિની સ્વિટર્ઝલેન્ડ તરીકે ઓળખાય છે. સ્કીઈંગ માટે ઔલી ટૂરિસ્ટ્સની પહેલી પસંદ બની ગયું છે. શિયાળામાં આ આખી જગ્યા બરફથી ઢંકાઈ જાય છે અને સ્વિટર્ઝલેન્ડને ટક્કર મારે છે.

યુમથાંગ વેલીઃ નોર્થ ઈસ્ટમાં આવેલા સિક્કિમની યુમથાંગ વેલી પણ પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. આ જગ્યાને વેલી ઓફ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરી સિક્કિમમાં આવેલી આ જગ્યાને સિક્કિમની સૌથી બ્યુટીફૂલ વેલી માનવામાં આવે છે. આ વેલીમાં હિમાલયમાં જોવા મળતા અનેક ફૂલોની પ્રજાતિઓ પણ જોવા મળે છે.

કૌસાનીઃ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાનું એક હિલ સ્ટેશન કૌસાની. નાનકડી પણ રળિયામણી એવી આ જગ્યા હકીકતમાં તો એક નાનું ગામ છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. કુદરતી સૌંદર્ય અને શાંત જગ્યા હોય તો બીજું શું જોઈએ. કૌસાની ખાતે ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે, જ્યાં ફરીને તમને એકદમ જલસો પડી જશે.

કાશ્મીરઃ ધરતીના સ્વર્ગ તરીકે ઓળખાતી જગ્યા એટલે કાશ્મીર. કાશ્મીરની ગણતરી પણ ભારતના મિની સ્વિટર્ઝલેન્ડ તરીકે કરવામાં આવે છે. આ જગ્યા પોતાની લીલીઝમ સુંદર વેલી માટે પ્રખ્યાત છે અને અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે.

મુનસ્યારીઃ હિમાલયની તળેટીમાં વસેલું મુનસ્યારી પણ મિની સ્વિટર્ઝલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ હિલ સ્ટેશનને ઉત્તરાખંડની જાન તરીકે ઓળખવામાં આવે છે. ચારે બાજુ આવેલા ગાઢ જંગલો અને બરફીલા પર્વતો પરથી પર્યટકો અદ્ભૂત નજારો જોઈ શકે છે. શહેરોની ભાગદોડથી દૂર શાંત જગ્યા પર સમય પસાર કરવા માંગતા હોવ તો એક વખત ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ…

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…