નેશનલ

‘સાધુને તેની ભાષા પરથી ઓળખો’ અખિલેશ યાદવનો આદિત્યનાથને ટોણો

નવી દિલ્હી: સપા પ્રમુખ અખિલેશ યાદવ અને મુખ્ય પ્રધાન યોગી વચ્ચે શાબ્દિક યુદ્ધ વધારે તીવ્ર બન્યું છે. યોગી અને અખિલેશ સતત એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આજે શુક્રવારે અખિલેશ યાદવે ફરી એકવાર યોગી આદિત્યનાથનું નામ લીધા વગર ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે સાધુના વેશમાં ઘૂમનારા ધુતારાઓ દુનિયામાં ઘણા છે. જો કે પહેલા પણ અખિલેશ યાદવે સીએમ યોગી પર પ્રહાર કરતા કહ્યું હતું કે માફિયા અને મઠાધિપતિમાં કોઈ ફરક નથી. યોગીએ અખિલેશ પર પણ નિશાન સાધ્યું હતું. ગુરુવારે અયોધ્યાના મિલ્કીપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે મુખ્ય પ્રધાન યોગીએ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા.

સીએમ યોગીએ કહ્યું કે જે વ્યક્તિ માફિયાઓ સામે નાક રગડે છે તે સંત પરંપરાને માફિયા કહે છે. આ તેમના સંસ્કાર છે. એવું લાગે છે કે તેની અંદર ઔરંગઝેબની આત્મા પ્રવેશી ગઈ છે. યોગી આદિત્યનાથના પ્રહારો બાદ અખિલેશ યાદવે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે મેં સંતોનું અપમાન કર્યું નથી.

આ પણ વાંચો : વિશ્વકર્મા યોજના’ની મૂળ ભાવના ‘સન્માન, સમર્થન અને સમૃદ્ધિ’ છેઃ PM Modi

તેમણે કહ્યું કે મેં અને સમાજવાદી પાર્ટીએ ક્યારેય કોઈ સંત, મહંત કે સન્યાસી પર કોઇ ટિપ્પણી નથી કરી. આપણા રાજ્યના મુખ્યમંત્રી મઠાધીશ છે અને તેમની પાસેથી કેવા પ્રકારની ભાષાની અપેક્ષા રાખવી જોઈએ? ચૂંટણીમાં મળેલી હારને કારણે ભાજપ ભાષા બદલાય ચૂકી છે. મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અખિલેશે કહ્યું કે જેને ક્રોધ આવે છે તે સાધુ ન હોઈ શકે. માફિયા મઠાધીશની ચર્ચા કરતાં તેમણે કહ્યું મારી અને તેની તસવીર જુઓ, તમને ખબર પડશે કે કોણ કેવું દેખાય છે. યોગી સરકારે પહેલા ટોપ ટેન ગુનેગારો અને તેમના સંગઠનોની યાદી જાહેર કરવી જોઈએ.

અયોધ્યામાં મુખ્યમંત્રી યોગીએ લોકોને સપાનો અસલી ચહેરો બતાવતા કહ્યું કે ભદરસામાં સપા નેતા મોઈદ ખાન, કન્નૌજમાં નવાબ સિંહ યાદવ અને અલીગઢ અને મૌમાં તેમના નેતાઓ ગુનાઓમાં સામેલ હોવાની પુષ્ટિ થઈ છે. ભદોહીના ધારાસભ્યના કારનાંમાં જુઓ. હરદોઈમાં સપાના પૂર્વ જિલ્લા પ્રમુખે એડવોકેટની હત્યા કરી. તેમના અગાઉના ધારાસભ્યએ કાનપુરમાં આવું જ કર્યું હતું. આ લોકો ગરીબ લોકોની જમીન પર કબજો જમાવીને અરાજકતા ફેલાવે છે. તેઓ રાજકીય લાભ માટે દેશદ્રોહીઓને ટેકો આપે છે. અમારી સરકાર તેમની સાથે એ જ વર્તન કરી રહી છે જેને તેઓ લાયક છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત