ઇન્ટરનેશનલનેશનલ

જાણો… ચીને આ રીતે પડાવી લીધી પીઓકે સ્થિત ભારતની શક્સગામ ઘાટી, સીમા કરારનો આપ્યો હવાલો

નવી દિલ્હી: પીઓકેમાં સ્થિતમાં શક્સગામ ઘાટીને પાકિસ્તાને ગેરકાયદે રીતે ચીનને આપી દીધી છે. પીઓકે ને ભારત જમ્મુ કાશ્મીરનું અભિન્ન અંગ માને છે. જોકે, શક્સગામ ઘાટીને પરત મેળવવી ભારત માટે મોટો પડકાર બન્યો છે. શક્સગામ ઘાટી પીઓકેના હુન્ઝા-ગિલગિટ પ્રદેશનો ભાગ છે. જે આશરે 20,000 ફૂટની ઊંચાઈએ આવેલી છે. શક્સગામ ઘાટીની ઉત્તરે ચીન (તિબેટ) નો શિનજિયાંગ પ્રાંત આવેલો છે. શક્સગામ ઘાટી પીઓકેનો ઉત્તરીય અને પૂર્વીય પ્રદેશ છે. સિયાચીન ગ્લેશિયર તેની પૂર્વમાં આવેલું છે. તેથી ભારત કાયદેસર રીતે તેનો દાવો કરે છે. જો કે, પાકિસ્તાને પહેલા 1948માં ગેરકાયદે રીતે તેના પર કબજો કર્યો હતો અને પછી 1963માં તેને ચીનને સોંપી દીધો હતો.

પાકિસ્તાને ગેરકાયદે કરારના નામે આ વિસ્તાર ચીનને સોંપી દીધો

આ અંગે મહત્વનો પ્રશ્ન છે કે, પાકિસ્તાન પાસે જમીનનો અધિકાર ન હતો તેમ છતાં ગેરકાયદે કરારના નામે આ વિસ્તાર ચીનને સોંપી દીધો છે. શક્સગામ ઘાટીની આ ઘટના વર્ષ 1963માં થઈ હતી. તે અંગે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેને પરત મેળવવી ભારત માટે મોટો પડકાર બન્યો છે.

શક્સગામ ઘાટી પર ચીનનો ગેરકાયદે દાવો

ચીનનો દાવો છે કે શક્સગામ ઘાટી તેની માલિકીની છે કારણ કે તેને વર્ષ 1963ના ચીન-પાકિસ્તાન સીમા કરાર હેઠળ તે આપવામાં આવ્યું હતું. શક્સગામ ઘાટી અંગે ચીનનું સત્તાવાર વલણ એ છે કે શક્સગામ ઘાટી ચીનની છે. તેના પ્રદેશમાં માળખાગત સુવિધાઓ બનાવવામાં કંઈ ખોટું નથી. ચીન આ માટે પાકિસ્તાન સાથેના 1963ના સરહદ કરારનો ઉલ્લેખ કરે છે. જોકે, વિસ્તરણવાદી ચીનનો આ દાવો સંપૂર્ણપણે ગેરકાયદે છે. કારણ કે આ કરાર કરવામાં આવ્યો ત્યારે શક્સગામ ઘાટી પર પાકિસ્તાનની માલિકી ન હતી.

આપણ વાંચો:  અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટને મદદ કરવા બદલ પાટીદાર ઉદ્યોગપતિને 3 વર્ષની સજા, કેટલો ફટકાર્યો દંડ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button