અને સ્ટેડિયમ ‘રામ સિયા રામ’ના ભજનથી ગૂંજી ઊઠ્યું, વીડિયો વાઈરલ
બોલેન્ડ પાર્કઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે મેચમાં ભારતે ગઈકાલે મેચ જીતીને વન-ડે સિરીઝ કબજે કરી હતી. ટોસ જીતીને માર્કરામે બોલિંગ લીધી હતી, જેમાં ભારતે બેટિંગમાં 296 રનનો સ્કોર કર્યો હતો. ભારત સામે જીતવા માટે 297 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી આફ્રિકા તબક્કાવાર છ વિકેટ પડી હતી.
32મી ઓવર વોશિંગ્ટન સુંદરની હતી, જેમાં બીજા બોલે વિયાન મુલ્ડરને આઉટ કર્યો હતો, ત્યારબાદ બેટિંગ માટે કેશવ મહારાજ આવ્યો હતો. કેશવ મહારાજ ક્રિજ પર આવતા સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ’ ભજનથી ગૂંજી ઊઠ્યું હતું.
હજુ ક્રિજ પર કેશવ મહારાજ સેટ થઈ રહ્યો હતો, ત્યારે વિકેટ કિપિંગ કરી રહેલા ભારતીય સુકાની કેએલ રાહુલથી રહેવાતું નથી અને કેશવ મહારાજને પૂછે છે કે કેશવ મહારાજ, જ્યારે પણ તું સ્ટેડિયમમાં આવે છે ત્યારે આ ગીત દરેક વખતે વાગે છે. રાહુલની વાત પર કેશવ મહારાજ હસતા હસતા જવાબ પણ આપે છે કે બંનેની વાતચીત સ્ટમ્પના માઈકમાં રેકોર્ડ થઈ જાય છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં કેશવ મહારાજનો સંબંધ ભારત સાથે છે. દક્ષિણ આફ્રિકા મૂળના રહેવાસી છે, જ્યારે તેના પૂર્વ ભારતના નિવાસી હતા. તેમનું નામ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું છે. કૃષ્ણ ભગવાનને કેશવ કહીને બોલાવવામાં આવે છે, તેથી કેશવ મહારાજ મેદાનમાં રમવા આવે ત્યારે આ ભજન વગાડવામાં આવે છે.
અહીં એ જણાવવાનું કે કેએલ રાહુલની સુકાની હેઠળની ભારતીય ટીમે આફ્રિકા સામે 78 રનથી મેચ જીતીને ત્રણ સિરીઝની મેચમાં 2-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમ વતીથી સુકાની રાહુલની ટીમની દમદાર બેટિંગ-બોલિંગને કારણે ભારતનો વિજય થયો હતો.