પતંગ રસીયાઓ થઇ જાઓ તૈયાર,તો હવે આ શહેરમાં પણ થશે પતંગબાજી…
નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કાશીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. ગંગા કિનારે પ્રવાસીઓને આકર્ષવા માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે હોટ એર બલૂન ફેસ્ટિવલ પછી આ ફેસ્ટિવલ કાશીમાં પર્યટનને એક નવો આયામ આપશે. બનારસ એક આગવી ઓળખ ધરાવતું શહેર છે. આ શહેરમાં હોળી અને દિવાળીનો એક અલગ જ રંગ જોવા મળે છે. નવા વર્ષમાં બનારસી લોકો એક અલગ જ અંદાજમાં જોવા મળશે. ત્યારે બનારસનું કાશી એક નવા જ રંગે રંગાયેલું જોવા મળશે.
ટુરિઝમ વેલ્ફેર એસોસિએશનની સાથે તમામ પ્રવાસી સંસ્થાઓ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. મકરસંક્રાંતિના દિવસે ગુજરાતની જેમ વારાણસીમાં આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં રંગબેરંગી અને સુંદર પતંગો આકાશમાં ઉડતા જોવા મળશે. આ ફેસ્ટિવલમાં થીમ આધારિત પતંગો પણ પ્રવાસીઓને આકાશમાં આકર્ષિત કરશે.
ટુરિઝમ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે સૌ પ્રથમ કાશીમાં ગંગાની પાર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે 12 સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી છે, જે વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક લોકોને જોડીને આ ઈવેન્ટને ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરશે. આ કાર્યક્રમમાં કાશી આવતા તમામ પ્રવાસીઓને પણ આમંત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત પતંગ પ્રેમીઓને પણ આમંત્રિત કરવામાં આવશે. જેથી આ ઈવેન્ટ વધુ સારી બને. પતંગબાજો આખા અઠવાડિયા દરમિયાન આ ઈવેન્ટમાં પતંગબાજી કરીને આકાશમાં સુંદર પતંગો દ્વારા પોતાનું કૌશલ્ય બતાવશે.