ટોપ ન્યૂઝનેશનલ

Kisan Andolan: દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની ‘મહાપંચાયત’, મહત્વના રસ્તાઓ કરાયા ડાયવર્ટ

નવી દિલ્હી: Farmer’s Protest Delhi: MSP સહિતના વિવિધ મુદ્દે ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. જેને લઈને આજે (14 માર્ચે) દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતો મહાપંચાયત (Kisan Mahapanchayat) કરશે. ખેડૂતોના આ મહાપંચાયતના કાર્યક્રમને પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે અને દિલ્હી ટ્રાફિક પોલીસે તેને લઈને એડવાઇઝરી પણ બહાર પાડી છે.

ટ્રાફિક એડવાઇઝરીમાં કહેવામા આવ્યું છે કે 14 માર્ચ 2024ના રોજ રામલીલા મેદાન, જવાહરલાલ નેહરુ માર્ગ પર ખેડૂત મહાપંચાયત થવા જય રહી છે. જેને લઈને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ શકે છે, જેને લઈને ઘણા રસ્તાઓ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જાણો ક્યાં માર્ગો થશે પ્રભાવિત?

રામલીલા મેદાન આસપાસના રસ્તાઓ સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રભાવિત રહેશે
જવાહરલાલ નેહરુ માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ, આસફ અલી રોડ, સ્વામી વિવેકાનંદ માર્ગ, નેતાજી સુભાષ માર્ગ, મિન્ટો રોડ,મહારાજા રણજીત સિંહ ફ્લાયઓવર,ભવભૂતિ માર્ગ,ચમન લાલ માર્ગ,બારાખંબા રોડ,ટોલ્સટોય વે,જયસિંહ રોડ,સંસદ માર્ગ,બાબા ખરકસિંહ માર્ગ,અશોક રોડ,કનોટ સર્કસ,DDU માર્ગ

સવારે 6 વાગ્યાથી દિલ્હીના આ રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

  • દિલ્હી ગેટ
  • મીર દર્દ ચોક
  • અજમેરી ગેટ ચોક
  • ગુરુ નાનક ચોક
  • આર/કમલામાર્કેટ
  • પહાડગંજ ચોક અને રહેવાસી ઝંડેવાલન
  • મહારાજા રણજીત સિંહ ફ્લાયઓવર બારાખંબા રોડથી ગુરુ નાનક ચોક સુધી.
  • બારાખંબા રોડ/ટોલ્સટોય રોડ ક્રોસિંગ
  • જનપથ રોડ/ટોલ્સટોય માર્ગ આંતરછેદ
  • ટોલ્સટોય રોડ/કેજી માર્ગ ક્રોસિંગ
  • આર/એ જીપીઓ

મહાપંચાયતમાં MSP પર તમામ પાકની ખરીદીની બાંયધરી આપવા માટે કાયદો ઘડવા, વીજળી સુધારા બિલ 2023 અને પ્રીપેડ મીટર યોજના પાછી ખેંચવા, અતિવૃષ્ટિને કારણે નાશ પામેલા પાક માટે પ્રતિ એકર રૂ. 50 હજારનું વળતર આપવાની માંગણી કરવામાં આવશે.

આ મહાપંચાયતમાં ખેડૂતોની અન્ય માંગણીઓ પણ ઉઠાવવામાં આવશે. મહાપંચાયતને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરો પોતપોતાના વિસ્તારના દરેક ગામમાં જઈને લોકોને પંચાયતમાં ભાગ લેવા આમંત્રણ આપી રહ્યા છે. ખેડૂત સંગઠનો અપીલ કરે છે કે વધુમાં વધુ ખેડૂતો અહીં પહોંચે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત