નેશનલ

‘કોંગ્રેસના સાંસદોએ લોકસભા સ્પીકરને ગાળો બોલી…’, અવિશ્વાસનો પ્રસ્તાવ સામે કિરેન રિજિજુના ગંભીર આક્ષેપ…

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ આ સત્ર દરમિયાન માત્ર વાદ-વિવાદ જ જોવા મળી રહ્યો છે. હવે વિપક્ષે લોકસભા સ્પીકર પર આક્ષેપો તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેવામાં ભાજપના સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના 20-25 ધારાસભ્યો પર લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં ઘૂસીને ગાળ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના દરમિયાન તેઓ પણ ત્યાં હાજર હતા અને સ્પીકરની નરમ સ્વભાવને કારણે કડક કાર્યવાહી ન થઈ. પરંતુ કોંગ્રેસના આવા સાંસદો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

કોંગ્રેસના આ સાંસદોએ સ્પીકર દુર્વ્યવહાર કર્યાનો આક્ષેપ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સંસદીય કાર્ય પ્રધાન રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસના આ સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસ્યા અને તેમના સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેઓ સાંસદોને રોકવાને બદલે ઉશ્કેરી રહ્યા હતા. આ ઘટના સંસદીય નિયમોનું ઉલ્લંઘન છે અને ગુંડાગરદી જેવી છે, તેવું કિરેન રિજિજુએ જણાવ્યું હતું. આ આક્ષેપ-પ્રત્યાક્ષેપનો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે.

વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ રજૂ કર્યો?

આ આરોપો વચ્ચે કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં સ્પીકર પર પક્ષપાતના આરોપો લગાવાયા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિપક્ષને બોલવાનો તક નથી આપતા. કોંગ્રેસ, સપા સહિત 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ટીએમસીએ તેમાંથી અલગ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે કિરેન રિજિજુએ કહ્યું કે, વિપક્ષ પાસે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે સંખ્યા નથી. પરંતુ મૂળ વાત એ પ્રસ્તાવ પસાર થશે કે નહીં તે નથી, પરંતુ સ્પીકર પર પક્ષપાતના આરોપ લાગ્યો છે તે મોટી વાત છે.

લોકસભા સ્પીકર પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ

વિપક્ષ દ્વારા અનેક આક્ષેપ સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવમાં કોંગ્રેસના સાંસદો પર ખોટા આરોપો લગાવવાનો અને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ કિરેન રિજિજુનું કહેવું છે કે, આ ઘટના સંસદીય લોકશાહી માટે ચિંતાજનક છે. વિપક્ષ સ્પીકરને બદલવા માંગે છે. વિપક્ષ દ્વારા વારંવાર નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button